Mumbai: બાંદ્રામાં મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં સોમવારે વહેલી સવારે આગ લાગી હતી
તસવીરઃ મિડ-ડે
સોમવારે સવારે મુંબઈ (Mumbai)ના બાંદ્રા (Bandra) વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ (Fire Breaks Out In Restaurant Of Bandra) લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ૨૩ સપ્ટેમ્બરની વહેલી સવારે બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. બાંદ્રામાં લુઈસ બેલે બિલ્ડીંગ (Luis Belle Building)માં આવેલી મિયાં કબાબ રેસ્ટોરન્ટ (Miya Kebabs Restaurant)માં આગ ફાટી નીકળી હતી.
અહીં જુઓ આગનો વીડિયોઃ
ADVERTISEMENT
View this post on Instagram
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે ૧.૧૫ વાગ્યે લાગી હતી. અગ્નિશામક દળ (Fire Fighters)ને સવારે ૧.૨૪ વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટે તરત જ તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અગ્નિશમન દળના અધિકારીઓએ વધુ નુકસાન ન થાય તેની ખાતરી કરી હતી.
મિડ-ડે સાથે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ સવારે ૧.૩૮ વાગ્યે કાબૂમાં આવી હતી અને શોર્ટ સર્કિટને કારણે બાંદ્રાની રેસ્ટોરન્ટ મિયાં કબાબમાં આગ લાગી હતી. આ આગમાં જાન-માલની એટલી નુકસાની થઈ નથી. જોકે, હોટેલનું ફર્નિચર અને ઇન્ટિરિયર બળીને ખાખ થઈ ગયું છે.
મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં લાગેલી આગના વીડિયો આજ સવારથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રેસ્ટોરન્ટમાં લાગેલી આગ ઘણી મોટી હતી. રેસ્ટોરન્ટમાં ધુમાડાના ગોટેગોટાં ઉડતા હતા.
એટલું જ નહીં, અગ્નિશમન દળના અધિકારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી. તો તે જ સમયે કેટલાક અધિકારીઓએ ત્યાં એકઠી થયેલી ભીડને સ્થળથી વધુ દૂર જવાની સલાહ આપી રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, અગ અત્યારે કાબુમાં આવી ગઈ છે. આ આગને કારણે જાનહાનિ થઈ નથી.
મિયાં કબાબ રેસ્ટોરન્ટના રસોડામાં આ આગ લાગી હતી. અગ્નિશામક દળના તાત્કાલિક આગમન અને તરત જ લેવાયેલા અસરકારક પગલાંને લીધે આગને કારણે માળખાકીય નુકસાન થતું અટક્યું હતું અને તે આગ નજીકના રહેવાસીઓને નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને કાબૂમાં લાવવામાં આવી હતી. સદનસીબે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે રેસ્ટોરન્ટને વ્યાપક નુકસાન થયું હતું.
હાલ મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં આગના કારણની તપાસ ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, સંભવિત શોર્ટ સર્કિટ અથવા રસોડાના સાધનોમાં ક્ષતિને કારણે આગ ભભૂકી હશે. વધુ તપાસ ચાલી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવાની કોશિશમાં ટીમ જોડાયેલી છે.
નોંધનીય છે કે, મિયાં કબાબ રેસ્ટોરન્ટ જે વિસ્તારમાં આવેલી છે તે જ વિસ્તારમાં અનેક ખાણી-પીણીની દુકાનો છે. જો આ આગ વધુ ફેલાયી હોત તો તે વિસ્તારમાં આવેલી અન્ય રેસ્ટોરન્ટ અને દુકાનોને નુકસાન થવાની સંભાવના હતી. પરંતુ આવું કંઈ ન થતા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.