Mumbai Fire: બીએમસીએ કહ્યું કે વિકાસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે અત્યાર સુધી આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
વિકાસ ઍપાર્ટમેન્ટના પાંચમાં ફ્લોર પરના રૂમમાંથી આગની જ્વાળાઓ દેખાતી હતી
મુંબઈમાં સતત આગની ઘટનાઓ (Mumbai Fire) સામે આવી રહી છે. આજે ઘાટકોપર વિસ્તારમાં છ માળની રહેણાંક ઈમારતના પાંચમા માળે આગ લાગી હતી. આ આગની ઘટના વિશે માહિતી આપતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ જણાવ્યું હતું કે આ આગ વિકાસ એપાર્ટમેન્ટમાં લાગી હતી. સદનસીબે અત્યાર સુધી આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી"
ઘાટકોપર પૂર્વમાં વિકાસ એપાર્ટમેન્ટના પાંચમા ફ્લોર પર આગ લાગી
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા અનુસાર આજે બપોરના સમયે ઘાટકોપર પૂર્વમાં પંત નગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી છ માળની રહેણાંક ઇમારત વિકાસ એપાર્ટમેન્ટના પાંચમા ફ્લોર પર એકાએક આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી. પાંચમા માળે આવેલ એક રૂમમાં આગ લગતા જ આ વિશેની જાણકરી તરત જ બપોરે 12:43 વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને કરવામાં આવી હતી.
આગ કાબૂમાં લેવાઈ- કોઈ જાનહાનિ થઈ નથી
પ્રાપ્ત અહેવાલો અનુસાર એમએફબી, મુંબઈ પોલીસ, અદાણી ઇલેક્ટ્રિસિટી, 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને મ્યુનિસિપલ વોર્ડ સ્ટાફ સહિત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. એમએફબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોરે 1:21 વાગ્યે આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
હજી તોઈ ગઇકાલની જ વાત કરવામાં આવે તો સવારે દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં એક 57 માળની રહેણાંક ઈમારતમાં આગ (Mumbai Fire) લાગી હતી. જેમાં 50થી વધુ લોકો ફસાયા હતા, તે સૌને બચાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકર રોડ પર સેલેટ 27ની બે ઈમારતોમાંથી એકમાં 42મા માળે સવારે 10.45 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડ, મુંબઈ બેસ્ટ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને અન્ય એજન્સીઓની ટીમોને તાત્કાલિક કામે લગાડવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દોઢ કલાકથી વધુ પ્રયત્નો બાદ ફાયર બ્રિગેડે બપોરે 1.10 વાગ્યાની આસપાસ ઈમારતના 42મા માળે લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Mumbai Fire: આ તમામ ટીમોએ સાથે મળીને બિલ્ડિંગના સુરક્ષા ગાર્ડની મદદથી ગગનચુંબી ઈમારતના ઉપરના માળે ફસાયેલા 50થી 60 લોકોને બચાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આગ અસરગ્રસ્ત ફ્લોર પર 2,500 ચોરસ ફૂટના ઓરડામાં વીજળીના વાયર, ફર્નિચર અને અન્ય સામગ્રી સુધી મર્યાદિત હતી. તેમણે ઉમેર્યું હતું કે ઇમારતની અગ્નિશામક વ્યવસ્થા કાર્યરત હતી અને તેનાથી સમયસર આગને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. ઈમારતના આંશિક કાચના અગ્રભાગમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો હતો, તે દૂરથી દેખાતો હતો.

