Mumbai Fire: ગોવંડીમાં એક આગની ઘટના સામે આવી છે. શનિવારે સવારે લગભગ 4 વાગ્યે ગોવંડી વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મુંબઈમાં ફરી આગની એક ઘટના
- ગોવંડીમાં લાગી ભીષણ આગ
- કેટલાક મકાનો અને દુકાનો બળીને રાખ
Mumbai Fire: મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક આગની ઘટના બની રહી છે. જુદા જુદા વિસ્તારોમાં આગની ઘટના છે. જો કે ફાયર વિભાગની સતર્કતાના કારણે આ ઘટનાઓમાં કોઈ મોટું નુકસાન થયું નથી. ત્યાં ફરી ગોવંડીમાં એક આગની ઘટના સામે આવી છે. શનિવારે સવારે લગભગ 4 વાગ્યે ગોવંડી વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ આગમાં કોઈને ઈજા થઈ નથી.
5 નાની દુકાનો અને કેટલાક મકાનોને નુકસાન
ADVERTISEMENT
આ ઘટના બાદ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક ચાલમાં લાગેલી આગમાં લગભગ 15 નાની દુકાનો અને કેટલાક ઘરોને નુકસાન થયું છે. અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગને શનિવારે સવારે લગભગ 3.55 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, ગોવંડીના આદર્શ નગર વિસ્તારમાં બંગનવાડીમાં એક ચાલમાં લાગેલી આગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની લગભગ 15 નાની દુકાનો અને પહેલા માળે કેટલાક મકાનોને નુકસાન થયું છે.
ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
તેમણે જણાવ્યું હતું કે કેટલાક ઈલેક્ટ્રીકલ વાયર, પ્લાસ્ટિક, ઘરવપરાશની વસ્તુઓ, લાકડાના પાટિયા અને અન્ય વસ્તુઓ પણ આગની લપેટમાં આવી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે પાંચ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે આગ ઓલવવા માટે ચાર ફાયર એન્જિન અને ઘણા મોટા ટેન્કરોને સેવામાં લગાવવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને આગનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે એસ. વી. રોડ પર આવેલી મંગલકુંજ સોસાયટીના કમ્પાઉન્ડના પાર્કિંગ-લૉટમાં પાર્ક કરાયેલાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર ગઈ કાલે બપોરે ૩.૪૫ વાગ્યે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં જ હોહા મચી ગઈ હતી અને જે ટૂ-વ્હીલરો ત્યાંથી ખસેડી શકાય એમ હતાં કે બચાવી શકાય એમ હતાં એમને લોકોએ ખસેડીને દૂર કર્યાં હતાં. બહુ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી અને એક પછી એક ટૂ-વ્હીલર એમાં સળગતું જતું હતું. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.