આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ના કુર્લા (Kurla) વિસ્તારમાં એક વેરહાઉસમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગની આ ઘટનામાં લાખોનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કુર્લા પશ્ચિમમાં પણ આગ લાગી હતી. કુર્લાના સાકીનાકામાં ખૈરકી રોડ પર એક જંક વેરહાઉસમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 20 થી વધુ ટીન શેડ બળી ગયા હતા.
કુર્લાના તિલક નગરમાં આગ લાગી હતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 8 ઑક્ટોબરે પણ મુંબઈના કુર્લા વિસ્તારમાં આગ લાગી હતી. કુર્લામાં તિલક નગર રેલ વ્યૂ કૉર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં આગ લાગી હતી. આ આગની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કરવા લાગ્યા. તે જ સમયે કેટલાક લોકો દોરડાના સહારે નીચે ઉતરી રહ્યા હતા. આ ઇમારત 13 માળની હતી. 12મા માળે આવેલા એક મકાનમાં આગ લાગી હતી, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ પણ વાંચો: `ગદ્દાર સરકારને કારણે ગુજરાત ગયો 22000 કરોડનો પ્રૉજેક્ટ`-આદિત્યનો સરકાર પર હુમલો