કૌભાંડમાં ૧૨ કરોડની રકમ મેળવવાના આરોપનો સામનો કરતા કપિલ દેઢિયાને શુક્રવારે વડોદરાથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં આ પાંચમી ધરપકડ કરવામાં આવી છે.
આરોપી કપિલ દેઢિયા
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ વધુ એક ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ૧૨ કરોડની રકમ મેળવવાના આરોપનો સામનો કરતા કપિલ દેઢિયાને શુક્રવારે વડોદરાથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં આ પાંચમી ધરપકડ કરવામાં આવી છે.
EOWને કેસની તપાસમાં જણાઈ આવ્યું હતું કે કૌભાંડની રકમમાંથી કપિલ દેઢિયાને ૧૨ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલીક રકમ ધર્મેશ પૌને તેને ટ્રાન્સફર કરી હતી, જ્યારે કેટલીક રકમ મનોહર અરુણાચલમે અને મુખ્ય આરોપી હિતેશ મહેતાએ તેને ટ્રાન્સફર કરી હતી. EOW ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડના આ કેસમાં કોને કેટલી રકમ મળી એ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી એની ઝીણવટભરી વિગતો એકઠી કરી એના આધારે વધુ તપાસ ચલાવી રહી છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતાઓ છે.

