આદેશ મુંબઈમાં વીજળી પૂરી પાડતી કંપનીઓ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), અદાણી ઇલેક્ટ્રિસિટી અને તાતા પાવરના ગ્રાહકોને લાગુ થાય છે.
વીજળીના દર
મુંબઈમાં આગામી પાંચ વર્ષમાં ઘરવપરાશની વીજળીના દરમાં મોટા પાયે ચડઊતર જોવા મળશે. મહારાષ્ટ્રમાં વીજળીના દરનું નિયમન કરતા મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC)એ શુક્રવારે આગામી પાંચ વર્ષમાં વીજળીના ભાવ સંબંધી આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ મુંબઈમાં વીજળી પૂરી પાડતી કંપનીઓ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), અદાણી ઇલેક્ટ્રિસિટી અને તાતા પાવરના ગ્રાહકોને લાગુ થાય છે.
મુંબઈમાં BEST ૧૦.૮ લાખ, અદાણી ઇલેક્ટ્રિસિટી ૩૪ લાખ અને તાતા પાવર ૭.૫ લાખ મુંબઈગરાઓને વીજળી પૂરી પાડે છે. ટાઉનમાં વીજળી પૂરી પાડતી BESTના ગ્રાહકોને એપ્રિલ મહિનાથી ૩ ટકા વધુ રૂપિયા ચૂકવવા પડશે. ૨૦૨૮ સુધી વધારો થતો રહેશે અને ૨૦૨૯-’૩૦માં નોંધપાત્ર ઘટાડો થશે.
ADVERTISEMENT
તાતા પાવર અને અદાણી ઇલેક્ટ્રિસિટીના ગ્રાહકોએ આગામી એપ્રિલ મહિનાથી ૨૦૨૯-’૩૦ સુધીનાં પાંચ વર્ષમાં વીજળીના દરમાં ભારે ચડઊતરનો સામનો કરવો પડશે. ૧૦૦ યુનિટથી વધુ વીજળીનો વપરાશ કરનારા મુંબઈગરાઓએ આ વર્ષે પાંચથી છ ટકા વધુ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ૨૦૨૭-’૨૮માં વીજળીના બિલમાં ૧૦થી ૧૨ ટકાનો ફાયદો થશે.

