EDએ મુંબઈ (Mumbai)માં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ના નજીકના સાથી સૂરજ ચવ્હાણને ત્યાં પણ દરોડા પાડ્યા છે.
આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજનીતિમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નામે હંમેશાં ધમાસાણ ચાલી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, NCP, શિવસેના (UBT) અને કોંગ્રેસના ઘણા નેતાઓ પર EDનો સકંજો કસવામાં આવ્યો છે. આ દરમિયાન બુધવારે (21 જૂન) EDએ મોટી કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDએ મુંબઈ (Mumbai)માં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ના નજીકના સાથી સૂરજ ચવ્હાણ ઉપરાંત સંજય રાઉતના નજીકના સુજીત પાટકરને ત્યા પણ દરોડાની માહિતી સામે આવી છે.
જો કે ED દ્વારા હજુ સુધી નામોની પુષ્ટિ કરવામાં આવી નથી. કોવિડ દરમિયાન, ઇડીએ લાઇફલાઇન કંપની હેઠળ કથિત કૌભાંડના સંદર્ભમાં કેસ નોંધ્યો હતો. આદિત્ય ઠાકરે (Aditya Thackeray)અને રાઉતના 10 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. મુંબઈ(Mumbai), પુણે સહિત અનેક શહેરોમાં દરોડા ચાલુ છે.
ADVERTISEMENT
કયા કૌભાંડના આક્ષેપો છે?
કોરોના સમયગાળા દરમિયાન, મુંબઈ(Mumbai)માં ઘણા કોવિડ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. આવા જ એક કોવિડ સેન્ટરની સ્થાપના મુંબઈ(Mumbai)ના દહિસરમાં કરવામાં આવી હતી. આરોપ છે કે સંજય રાઉતના ખૂબ જ નજીકના બિઝનેસમેન સુજીત પાટકરે આ કોવિડ સેન્ટર બનાવ્યું હતું. આ માટે સુજીત પાટકરે રાતોરાત એક કંપની બનાવી. જેને લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ નામ આપવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, આ કોવિડ સેન્ટર 242 ઓક્સિજન બેડ સાથે હતું. ત્યાં, દહિસર કેન્દ્રમાં વધુ 120 નિયમિત પથારીઓ હતી. આ માટે સુજીત પાટકરને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેને ચલાવવા માટે જૂન 2020માં ડોક્ટર સાથે કરાર કરવામાં આવ્યો હતો અને BMCએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેના ઘરે દરોડા દરમિયાન એક કાગળ મળ્યો હતો.
તેના આધારે એવો આરોપ છે કે કોન્ટ્રાક્ટ મળ્યાના લગભગ એક વર્ષ પછી અને તેની કંપનીના ખાતામાં 32 કરોડ રૂપિયા મળ્યા પછી, કોવિડ વિસ્તારમાં હોસ્પિટલોના સંચાલન માટે BMC સાથે કરાર કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશાં ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં એનસીપી પાર્ટીમાં થયેલા ફેરફારે ફરી રાજનીતિ ગરમાવો ઉભો કર્યો છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભામાં વિપક્ષના નેતાને બદલે પાર્ટી-સંગઠન માટે કામ કરવાની તેમની ઇચ્છા છે. એનસીપીના સંગઠનમાં થયેલા ફેરબદલ બાદ ઊઠેલો વિવાદ હજી શાંત પડ્યો નથી ત્યાં તો વધુ એક વિવાદ પક્ષમાં સત્તાની લડાઈને વધુ ઉગ્ર બનાવશે. બુધવારે મુંબઈમાં પક્ષના ૨૪મા સ્થાપનાદિને આયોજિત એક સમારંભમાં વિપક્ષના નેતાએ આ વાત કહી હતી. એના ૧૫ દિવસ પહેલાં એનસીપીએ સુપ્રિયા સુળે અને પ્રફુલ પટેલને પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યાં હતાં.