કલ્યાણમાં શુક્રવારે રાતે ૯ વાગ્યે અનિલ તિવારીએ નશાની અસર હેઠળ પૂરઝડપે તેની કાર ચલાવીને ઓછામાં ઓછાં ૧૦ જેટલાં પાર્ક કરેલાં ટૂ-વ્હીલરને અડફેટે લેતાં ટૂ-વ્હીલરોને ભારે નુકસાન થયું હતું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણમાં શુક્રવારે રાતે ૯ વાગ્યે અનિલ તિવારીએ નશાની અસર હેઠળ પૂરઝડપે તેની કાર ચલાવીને ઓછામાં ઓછાં ૧૦ જેટલાં પાર્ક કરેલાં ટૂ-વ્હીલરને અડફેટે લેતાં ટૂ-વ્હીલરોને ભારે નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. અનિલ તિવારીએ વાહનોને અડફેટે લેતાં લોકો ઉશ્કેરાયા હતા અને તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની મેડિકલ ટેસ્ટ કરાવીને તેની સામે વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું હતું કે અમે આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ અને તેણે કરેલા નુકસાનનો પણ અંદાજ લઈ રહ્યા છીએ, આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે.