વિધાનસભામાં મરાઠા અનામત મામલે બે ભૂતપૂર્વ સીએમ વચ્ચે ચકમક
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચવાણ અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બુધવારે વિધાનસભામાં સુપ્રીમ દ્વારા જેની સુનાવણી ચાલી રહી છે તે મરાઠા ક્વૉટાના મુદ્દે તકરાર થઈ હતી અને બન્ને નેતાઓએ પરસ્પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા.
મરાઠા ક્વૉટા મુદ્દે કૅબિનેટની પેટા-સમિતિનું વડપણ કરી રહેલા ચવાણે ગૃહમાં ધારાસભ્યોને મરાઠા સમુદાયને અનામત આપતા સુપ્રીમ કોર્ટમાં સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બૅકવર્ડ ક્લાસિસ (એસઈબીસી) એક્ટ અંગે ચાલી રહેલા કેસ વિશે જાણ કરી હતી.
ADVERTISEMENT
તે અંગે પ્રતિક્રિયા આપતાં વિધાનસભામાં વિપક્ષના નેતા ફડણવીસે અશોક ચવાણ પર સત્ય ન બોલવાનો અને ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું ચવાણ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ લાગુ કરાવીશ. પ્રધાન નથી જાણતા કે ૨૦૧૮માં મારી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો એસઈબીસી એક્ટ ૧૦૨ બંધારણીય સુધારા પહેલાં હતો.’

