Mumbai Dengue Cases: બીએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડેન્ગ્યુના વાયરલ તાવથી પ્રભાવિત થયેલા મુંબઈકરોની સંખ્યા સૌથી વધારે છે.
ડેન્ગ્યુની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- એક જ દિવસમાં સરેરાશ 43 મેલેરિયાના દર્દીઓ સુદ્ધાં સામે આવ્યા હતા
- દર્દીઓને ખાસ કરીને ખૂબ જ તાવ, ઉલ્ટી અને શરીરના તીવ્ર દુખાવો થઈ રહ્યો છે
- મચ્છરના કરડવાથી બચવા માટે સેફટી વસ્ત્ર પહેરવા જોઈએ
ચોમાસાની હવે ધીમેધીમે વિદાય થઈ રહી છે ત્યારે મુંબઈમાં મચ્છરજન્ય રોગો વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. મુંબઈગરાઓ અત્યારે મચ્છરજન્ય રોગથી પીડાઈ રહ્યા હોવાના અનેક કેસ (Mumbai Dengue Cases) સામે આવ્યા છે.
બાપ રે! દર કલાકે ૨ સંક્રમિત
ADVERTISEMENT
સપ્ટેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો મુંબઈમાં ડેન્ગ્યુને કારણે દર કલાકે સરેરાશ 2 લોકોના મોત નિપજ્યાં હતા. એક જ દિવસમાં સરેરાશ 43 મેલેરિયાના દર્દીઓ સુદ્ધાં સામે આવ્યા હતા. બીએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડેન્ગ્યુના વાયરલ તાવથી પ્રભાવિત થયેલા મુંબઈકરોની સંખ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. મુખ્યત્વે અનિયમિત થયેલા વરસાદને કારણે સપ્ટેમ્બરના પહેલા જ અઠવાડિયામાં આ સંક્રમણ (Mumbai Dengue Cases)માં સતત વધારો થયો છે.
શું છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણો
આ સાથે જ મુંબઈના ચિકિત્સકો પણ જણાવી રહ્યા છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વાયરલ તાવના દર્દીઓને ખાસ કરીને ખૂબ જ તાવ, ઉલ્ટી અને શરીરના તીવ્ર દુખાવો થઈ રહ્યો છે. લીલાવતી હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન નિષ્ણાત ડૉ. સી. સી. નાયર જણાવે છે કે કે અમારી હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ઘણા દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 50થી 60 ટકા દર્દી (Mumbai Dengue Cases)ઓ એડમિટ થયા છે. જેમાં મોટેભાગે તેમના પ્લેટલેટ કાઉન્ટ અચાનક જ ઘટી ગયા હોવાનું સામે આવ્યું છે.
લેપ્ટોસ્પાયરોસીસના કેસ પણ સામે આવ્યા
આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા (Mumbai Dengue Cases)ની તો વાત કરી પણ તે સિવાય 1થી 15 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન લેપ્ટોસ્પાયરોસીસના 35 કેસ પણ જોવા મળ્યા છે. જાણીતા ડૉક્ટર આ વિશે જણાવે છે કે આ રોગથી પીડિત લોકોની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો થયો છે. ઓછા વરસાદને કારણે લેપ્ટોના દર્દીઓ પણ ઘટી રહ્યા છે.
8 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા એક્ અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ ચોમાસાના વિવિધ રોગોને કારણે જાન્યુ અને 7 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન 75 લોકોએ પોતાના જીવ ખોયા છે. આંકડાઓની વાત કરવામાં આવે તો 39 એચ1એન1ના કારણે મૃત્યુ પામ્યા હતા, જેને અગાઉ સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખવામાં આવતું હતું. જ્યારે ડેન્ગ્યુને કારણે 17 લોકોના મૃત્યુ થયાં હતાં.
આ રોગોના સંક્રમણથી બચવા શું કરવું જોઈએ?
Mumbai Dengue Cases: સૌ પ્રથમ તો મચ્છરના કરડવાથી બચવા માટે સેફટી વસ્ત્ર પહેરવા જોઈએ. મોટેભાગે લાંબી બાંય વાળા વરસ્ત્ર, લાંબી પેન્ટ અને મોજાં પહેરવા જોઈએ. વધુ મચ્છર હોય તેવા સ્થળે તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. મચ્છરોને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે બારી અને દરવાજામાં જાળી લગાવી શકાય. જો ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાથી ચેપ લાગ્યો હોય તેવા સંજોગોમાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે.