પ્રાથમિક ફરિયાદના આધારે મહિલાએ જે ૩૨ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એની માહિતી કાઢવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી વેસ્ટમાં LT રોડ પર આવેલા જ્ઞાનનગરમાં રહેતી ૫૮ વર્ષની ગુજરાતી મહિલાને ‘કૌન બનેગા કરોડપતિ (KBC)’માં સાત કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાની માહિતી આપીને તેની સાથે ૭.૧૪ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. યોગ્ય રીતે બોલી-સાંભળી ન શકતી મહિલા પાસેથી ઇનામ આપવાના બહાને ઑગસ્ટથી જાન્યુઆરીના પાંચ મહિના સુધી પૈસા પડાવવામાં આવ્યા હતા. પ્રાથમિક ફરિયાદના આધારે મહિલાએ જે ૩૨ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એની માહિતી કાઢવામાં આવી રહી છે.