Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દારુની બોટલમાં છુપાવ્યું 20 કરોડનું કોકેઇન, મુંબઈ ઍરપૉર્ટ પર પકડાયો સ્મગલર

દારુની બોટલમાં છુપાવ્યું 20 કરોડનું કોકેઇન, મુંબઈ ઍરપૉર્ટ પર પકડાયો સ્મગલર

Published : 25 November, 2022 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક ડ્રગ ડિટેક્શન કિટ દ્વારા બૉટલમાં તરલ પદાર્થનું પરીક્ષણ કરવાથી ખબર પડી કે કોકેઇન છે. પકડાયેલા વિદેશી નાગરિક પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime

પ્રતીકાત્મક તસવીર


ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ (International Airport) પર રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના અધિકારીઓએ (Officers of the Directorate of Revenue Intelligence) ગયા ગુરુવારે (Thursday) એક સ્મગલરની (One Smuggler Arrested) ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલો સ્મગલર દારૂની બૉટલમાં કોકેઈન છુપાવીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે જ સ્મગલરના આ કારનામાનો અંદાજ અધિકારીઓને લાગ્યો. જેને કારણે સમયસર તેની ધરપકડ કરી લેવામાં આવી. માહિતી પ્રમાણે પકડાયેલ સ્મગલર દારૂની બૉટલમાં લગભગ 3.6 કિલો કોકેઇન ભરીને લઈ જઈ રહ્યો હતો. જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલ સ્મગલર પ્રવાસી અદીસ અબાબા થતા લાગોસથી મુંબઈ પહોંચ્યો હતો. જ્યાંથી લોકો મોટાભાગે દવાઓ મગાવે છે.


ડીઆરઆઈ અધિકારીઓને આ સ્મગલર વિશે સીક્રેટ માહિતી મળી હતી. જેના આધારે પ્રવાસીને રોકી દેવામાં આવ્યો. કારણકે સ્કેનિંગમાંથી નશાયુક્ત પદાર્થોની માહિતી ખબર પડી શકે નહીં. આ કારણે સામાનની ઊંડી તપાસ કરવામાં આવી. આ દરમિયાન અધિકારીઓને 1 લીટરની બે શરાબની બૉટલ મળી. એક ડ્રગ ડિટેક્શન કિટ દ્વારા બૉટલમાં તરલ પદાર્થનું પરીક્ષણ કરવાથી ખબર પડી કે કોકેઇન છે. પકડાયેલા વિદેશી નાગરિક પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીને શુક્રવારે એક કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.



આ પણ વાંચો : શ્રદ્ધા વાલકરને બે વર્ષ પહેલા જ આફતાબની કરતતૂનો હતો અંદાજ, પોલીસને લખ્યો હતો પત્ર


અધિકારીઓએ કહ્યું કે કોકેઇનને એક તરલ ખાસ તો દારૂમાં મિક્સ કરવું એ સ્મગ્લિંગની ખૂબ જ દુર્લભ રીત છે. એક અધિકારીએ કહ્યું કે કોકેઇન દુરુપયોગની સૌથી સામાન્ય દવાઓમાનું એક છે. બૉર્ડર કન્ટ્રોલના માધ્યમે કોકેઇનની સ્મગલિંગની અનેક ટેકનિક ઉપયોગ કરી રહ્યા છે. કહેવામાં આવ્યું છે કે કોકેઇન પ્રવાહી ખાસ તો દારૂમાં મિક્સ થઈ જાય છે. અધિકારીઓએ કહ્યું કે કોકેઇનને દારૂથી અલગ કરવા વિશે અમે હજી પણ ડિટેલ માહિતી એકઠી કરી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK