Mumbai Crime News: "આ મૉલ ઘણા વર્ષોથી બંધ હોવાથી, તેના બેઝમેન્ટમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયું છે. વધુમાં, ત્યજી આ દેવાયેલા પરિસરમાં ડ્રગ્સનો ઉપયોગ કરનારા અને યુગલો વારંવાર આવે છે," એક સામાજિક કાર્યકર સંજીવ કુમારે જણાવ્યું.
મૉલના પાણી ભરાયેલા બેઝમેન્ટમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ (તસવીર: મિડ-ડે)
મુંબઈના ભાંડુપમાં એક શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભાંડુપ પોલીસે ભાંડુપ પશ્ચિમમાં ડ્રીમ્સ ધ મૉલના પાણી ભરાયેલા બેઝમેન્ટમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરી છે. સવારે 9:40 વાગ્યાની આસપાસ મૉલના કર્મચારીએ પાણી ભરાયેલા ભોંયરામાં મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ મૃતદેહ મુલુંડ જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા જે બાદ ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી.
પ્રાથમિક અહેવાલો મુજબ મૃત મહિલા 30 વર્ષની હતી. પ્રાથમિક તપાસમાં ડૂબી જતાં મૃત્યુ થયાના સંકેતછે, જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તપાસ પછી જોવા મળશે. "આ મૉલ ઘણા વર્ષોથી બંધ હોવાથી, તેના બેઝમેન્ટમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયું છે. વધુમાં, ત્યજી આ દેવાયેલા પરિસરમાં ડ્રગ્સનો ઉપયોગ કરનારા અને યુગલો વારંવાર આવે છે," એક સામાજિક કાર્યકર સંજીવ કુમારે જણાવ્યું. પોલીસે મહિલા અને તેના ઠેકાણાની ઓળખ કરવા માટે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મૉલ ત્યાં ત્યાં લાગેલી બે આગની ઘટના બાદ બંધ પડ્યો હતો. પહેલી ઘટના સનરાઇઝ હૉસ્પિટલમાં બની હતી, જે મોલના ઉપરના માળેથી કાર્યરત હતી અને તેમાં પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બૅન્કનું મુખ્ય કાર્યાલય પણ હતું, જેણે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મૉલ HDIL ની માલિકીનો હતો, જેણે મોલની પાછળ ડ્રીમ્સ હાઇટ્સ નામની ઊંચી ઇમારતો પણ બનાવી હતી ત્યારથી આ જગ્યા અસામાજિક તત્વો માટે અડ્ડો બની છે.
ADVERTISEMENT
નરીમાન પોઈન્ટમાં 5-સ્ટાર હૉટેલમાં 60 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી
પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ટ્રાઇડેન્ટ હૉટેલમાં તેના રૂમમાં 60 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. મહિલા 6 જાન્યુઆરીથી હૉટેલમાં એકલી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને શનિવાર 18 જાન્યુઆરીએ બપોરે હૉટેલમાંથી લાશ વિશે ફોન આવ્યો હતો. હૉટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર, તેના રોકાણ દરમિયાન, મહિલાએ શુક્રવારે હાઉસકીપિંગને તેના રૂમમાં ન આવવાની સૂચના આપી હતી અને કહ્યું હતું કે તે જરૂર મુજબ ખોરાક અને પાણીનો ઓર્ડર આપશે.
જોકે, 24 કલાકથી વધુ સમય સુધી તેણી તરફથી કોઈ જવાબ ન મળતાં, હૉટેલ સ્ટાફને શંકા ગઈ, અને ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને, તેઓ રૂમમાં પ્રવેશ્યા અને તેણીનો મૃતદેહ મળી આવ્યો. તપાસ દરમિયાન, પોલીસે કહ્યું કે તેમને કોઈ ગોટાળો મળ્યો નથી અને પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ શરીર પર કોઈ ઈજાઓ હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે મરીન લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ અહેવાલ (ADR) નોંધવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ વધુ તપાસ માટે વિસેરા સાચવવામાં આવ્યો છે. મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે,” ઝોન 1ના DCP પ્રવીણ મુંધેએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, મહિલા ત્વચાની બીમારીથી પીડાતી હતી અને ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. ટ્રાઇડેન્ટ હૉટેલમાં ચેકઇન કરતા પહેલા, મહિલા લગભગ એક મહિના સુધી તાજ હૉટેલમાં એકલી રહી હતી.