Mumbai Crime News: આ ચોરીની ઘટના 16 ઓગસ્ટની મોડી રાત્રે અને 17 ઑગસ્ટની વહેલી સવારે બની હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ગુનેગારો પર લગામ લગાવવા માટે વિરોધી પક્ષો દ્વારા સરકાર પર વારંવાર ટીકા કરવામાં આવે છે. તેમ જ છેલ્લા થોડા મહિનાથી તો મુંબઈ સહિત આખા રાજ્યમાંથી અનેક ગંભીર ગુનાઓ અને અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સરકાર બાદ રાજ્યના પોલીસ પ્રશાસનના (Mumbai Crime News) કામ સામે પણ સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. જો કે હાલમાં મુંબઈમાં એવી જ એક ઘટના બની છે કે પોલીસના એલર્ટ રહેવા પર સવાલ કરવામાં આવી રહ્યા છે. મુંબઈના માહિમમાં પોલીસ કોલીનીમાં જ ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે અને આ ચોરી માત્ર એક, બે નહીં પણ કુલ 13 પોલીસ અધિકારીઓના ઘરમાં થઈ હોવાની માહિતી સામે આવી છે.
માહિમમાં આવેલી પોલીસ કોલોનીમાં 13 અધિકારીઓના ઘરમાં ઘૂસીને કીમતી સામાનની ચોરી કરી હતી. આ સંપૂર્ણ ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. આ મામલે હવે મુંબઈ (Mumbai Crime News) પોલીસ એક અજાણ્યા આરોપીની શોધ કરી રહી છે. આ આરોપીએ કથિત રીતે માહિમમાં 13 પોલીસ અધિકારીઓના તેમના નિવાસસ્થાનમાં ઘૂસીને કીમતી સામાનની ચોરી કરી હોવાની માહિતી આપવામાં આવી છે. આ જ કોલોનીમાં આવેલી સોસાયટીની ઓફિસ અને પ્લેગ્રુપને પણ ચોરે નિશાન બનાવ્યાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
આ ઘટના બાબતે પોલીસે આપેલી માહિતી મુજબ આ ચોરીની ઘટના 16 ઓગસ્ટની મોડી રાત્રે અને 17 ઑગસ્ટની વહેલી સવારે બની હતી. માહિમ પોલીસ સ્ટેશનના (Mumbai Crime News) એક અધિકારીએ જણાવ્યું હતું કે, “17 ઓગસ્ટના રોજ સવારે 7.30 વાગ્યાની આસપાસ, કોન્સ્ટેબલ રાજારામ મોહિતે, જેમને પોલીસ ક્વાર્ટર્સની દેખરેખ સોંપવામાં આવી છે. ચોરીની જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. મોહિતેએ શોધી કાઢ્યું કે ચોરે 13 પોલીસ અધિકારીઓના ઘરોમાં ઘૂસીને ચોરી કરી હતી. મોટાભાગના રહેવાસીઓ રાત્રિ દરમિયાન બહાર ગયા હોવાનું, અધિકારીએ કહ્યું.
ચોરે બિલ્ડિંગની અંદર એક પ્લેગ્રુપ અને સોસાયટીની ઓફિસને પણ નિશાન બનાવી હતી. “અત્યાર સુધી, અમે પુષ્ટિ કરી છે કે કિંમતી સામાન અને રોકડની ચોરી થઈ છે. અમને શંકા છે કે ચોરાયેલી વસ્તુઓની કુલ કિંમત વધારે હોઈ શકે છે, કારણ કે અમે નુકસાનની સંપૂર્ણ આકારણી કરવા માટે રહેવાસીઓના પરત આવવાની રાહ જોઈ રહ્યા છીએ," એમ અધિકારીએ ઉમેર્યું. માહિમ પોલીસે મોહિતેની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે અને આરોપીની શોધ શરૂ કરી છે. "અમે પરિસરમાંથી CCTV ફૂટેજની સમીક્ષા કરી રહ્યા છીએ અને સંભવિત લીડ્સ માટે વિસ્તારમાં બીજા દરેક અપરાધીઓના રેકોર્ડની પણ તપાસ કરી રહ્યા છીએ, એમ પણ તેમણે કહ્યું હતું.