મુંબઈ(Mumbai)ના અંધેરી (Andheri) વિસ્તારમાં એક ભટકતાં કૂતરા સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ (having sex with stray dog)બનાવવાના આરોપસર એક 45 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના અંધેરી (Andheri) વિસ્તારમાં એક ભટકતાં કૂતરા સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ (having sex with stray dog)બનાવવાના આરોપસર એક 45 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, અંબોલી પોલીસે મંગળવારે આ ઘટના અંગે જાણ કરી હતી. આરોપીની ઓળખ મિતલેશ દાસ તરીકે થઈ છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે એક 25 વર્ષીય મહિલાએ આરોપી દાસને બાલાજી ટેલીફિલ્મ્સ, વીરા દેસાઈ રોડ, અંધેરી પાસે એક કૂતરા સાથે અપ્રાકૃતિક સંભોગ કરતા જોયો હતો. ત્યાર બાદ તેણીએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ દાખલ કરાવી હતી.
ADVERTISEMENT
પોલીસે મહિલાના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અધિકારીએ કહ્યું કે આઈપીસીની કલમ 377 અને પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ 1960ની ધારા 11(1)(1)(એ)હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં સમસ્યા, તેંલગાણામાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ
અગાઉ આવી જ ઘટના પટનામાં સામે આવી હતી. એક શખ્સે કૂતરા સાથે કથિત રૂપે કુકર્મ આચર્યુ હતું. આ ઘટના 8 માર્ચે હોળીના દિવસે બની હતી. આ દુષ્કર્મનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.