Mumbai Crime News: શરીરના અંગોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકની ઉંમર 25થી 40 વર્ષની વચ્ચે હોઈ શકે છે. તેના જમણા હાથ પર `RA` લખેલું ટેટૂ પણ હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના ગોરાઈ વિસ્તારમાં (Gorai Beach) એક ગુનાની એક એવી ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાંથી એક ખળભળાટ મચાવી દે એવી ઘટના સામે આવી છે. ગોરાઈ બીચ (Mumbai Crime News) પર રવિવારે 10 નવેમ્બરે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કોથળામાંથી સાત ટુકડાઓમાં મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગોરાઈ બીચ પર એક કોથળામાંથી સાત ટુકડાઓમાં વ્યક્તિનો મૃતદેહ મળી આવવાની ઘટના બાબાતે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “આ કોથળો મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જંગલ જેવા એકાંત વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ એક કોથળામાંથી દુર્ગંધ આવતી જોઈ પોલીસને (Mumbai Crime News) જાણ કરી હતી. નાગરિકોની આ ફરિયાદ બાદ જ્યારે પોલીસે (Mumbai Police) આ કોથળો ખોલ્યો ત્યારે તેમને ચાર પ્લાસ્ટિકના બૉક્સમાં એક વ્યક્તિના વિકૃત શરીરના ટુકડા મળ્યા. શરીરના અંગોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકની ઉંમર 25થી 40 વર્ષની વચ્ચે હોઈ શકે છે. તેના જમણા હાથ પર `RA` લખેલું ટેટૂ પણ હતું.
ADVERTISEMENT
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-11) આનંદ ભોઇરે જણાવ્યું હતું કે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો કેસ નોંધવામાં આવ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime News) યુનિટે પણ સમાંતર તપાસ શરૂ કરી છે. મૃત વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરવા માટે, સ્થાનિક પોલીસે મૃત વ્યક્તિના વર્ણન સાથે મેળ ખાતી કોઈ ગુમ વ્યક્તિની ફરિયાદ તાજેતરમાં દાખલ કરવામાં આવી હતી કે નહીં તે જાણવા માટે નજીકના પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.
મુંબઈ નજીક વધુ એક હત્યાની ઘટના
પત્ની અને પિતાના અપમાનથી નારાજ યુવકે તેના પાડોશીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પનવેલમાં બની હતી જેમાં મોરબે ગામમાં મૃતદેહ મળી આવતા પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ દરમિયાન આરોપીની ઉત્તર પ્રદેશમાંથી (Mumbai Crime News) ધરપકડ કરવામાં આવી હતી. મૃતક યાકુબ ખાન (60) બે દિવસથી ગુમ હતો. 29 ઑક્ટોબરના રોજ મોરબી ગામમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 2 ના સિનિયર ઈન્સ્પેક્ટર ઉમેશ ગવળી અને આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પ્રવીણ ફડતરેની ટીમને જાણ થઈ કે યાકુબ શ્રીકાંત તિવારી સાથે જોવા મળ્યો છે. હત્યા બાદ તિવારી ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે યાકુબે શ્રીકાંતની પત્ની અને પિતાનું અપમાન કર્યું હતું.