14 વર્ષની ટીનેજર પર બળાત્કાર કરનારા બૉક્સિંગ-કોચની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં ક્લબમાં પોતાની સગીર વિદ્યાર્થિની પર કથિત રીતે બળાત્કાર કરનારા ૩૦ વર્ષના બૉક્સિંગ-કોચની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
બુધવારે ચેમ્બુરના વાશીનાકા ખાતેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આ ઘટના રવિવારની છે જ્યારે આરોપી ટીનેજરને લઈને ક્લબમાં ગયો હતો. તેના પર બળાત્કાર કર્યા બાદ કોઈને ઘટનાની જાણ કરશે તો તેની બૉક્સિંગની કારકિર્દી બરબાદ કરવાની તેણે ધમકી આપી હતી.’
ADVERTISEMENT
ટીનેજરે ઘટનાના ત્રણ દિવસ પછી પોતાના પરિવારને આ બાબતની જાણ કરી હતી, જેને પગલે ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

