મહારાષ્ટ્ર(Maharashtra)ના ભિવંડી (Bhiwandi)શહેરની શાંતિનગર ઝૂંપડપટ્ટીમાંથી 16 દિવસ પહેલા એક માસૂમ છ મહિનાના બાળકનું અપહરણ કરીને તેને બે લાખ રૂપિયામાં ઝારખંડમાં વેચી દેવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ના ભિવંડી (Bhiwandi)શહેરની શાંતિનગર ઝૂંપડપટ્ટીમાંથી 16 દિવસ પહેલા એક માસૂમ છ મહિનાના બાળકનું અપહરણ કરીને તેને બે લાખ રૂપિયામાં ઝારખંડમાં વેચી દેવાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી બાળકનું અપહરણ કરીને તેને વેચનારા બે લોકોની અને ઝારખંડમાંથી બાળક ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે અપહૃત બાળકને તેની માતાને સોંપ્યો હતો.
ભિવંડી પોલીસે આ મામલે એક વિશેષ ટીમની રચના કરી હતી, જેણે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા, લોકોની પૂછપરછ કરી હતી અને પ્રથમ આરોપી અફરોઝ શેખ (26) નામના કાપડના વેપારીને ઝડપી લીધો હતો. તેના નિવેદનના આધારે ઝારખંડ જઈ રહેલા મુખ્ય આરોપી શંભુ સાવ (50)ની મોબાઈલ ટ્રેસ કરીને કલ્યાણ સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. સઘન પૂછપરછ પર તેણે કબૂલ્યું કે તેણે ઝારખંડમાં મંજુદેવી સાવ (34)ને 2 લાખ રૂપિયામાં બાળક વેચ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન
કલ્યાણ પોલીસની ટીમ ઝારખંડના ગીરડીહ જિલ્લાના બેકો તાલુકાના જીતકુંડી પહોંચી અને મહિલાને કસ્ટડીમાં લીધી. બાળકને સ્વસ્થ કર્યા પછી તેને ભિવંડી લાવવામાં આવ્યો હતો. સોમવારે પ્રેસની હાજરીમાં બાળકને માતા શાહીનાને પરત આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ કમિશનર નવનાથ ધવલેએ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શંકર ઈન્દલકર સહિત પોલીસ ટીમના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપતાં 15,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.