મુંબઈ : જુહુમાં બિલ્ડરની ઘરની બહાર ગળું કાપીને હત્યા
પ્રતીકાત્મક તસવીર
સોમવારે વહેલી સવારે જુહુ વિસ્તારમાં એક અજાણ્યા શખસે ૫૫ વર્ષના બિલ્ડરને તેના બંગલાની બહાર છરીથી માર માર્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું. મુતક શેખ જેની કંપનીએ મુંબઈમાં અનેક બિલ્ડિંગો બનાવી છે અને સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)ના પ્રોજેક્ટ્સમાં પણ સામેલ થયા હતા, તેઓ હંમેશાં તેના સુરક્ષારક્ષકો સાથે નીકળતા હતા, પરંતુ સોમવારે સવારે તે રક્ષકો વિના બહાર નીકળ્યા હતા.
ઘટના અનુસાર ગઈ કાલે સવારે જુહુના ગુલમહોર રોડ પર રહેતા અબ્દુલ મુનાફ શેખ નમાઝ પઢ્યા બાદ તેના ઘરની બહાર કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરનારે તેમનું ગળું કાપીને તેની ઉપર અનેક વખત હુમલો કર્યો હતો. ત્યારબાદ શેખે તેના ઘરના ગેટ તરફ દોડવાનો પ્રયત્ન કર્યો હતો. માર વધુ લાગવાથી તેઓ ત્યાં જ ગબડી પડ્યા હતા, સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જે ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો, ત્યાર બાદ લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી.
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં એક ટોપી પહેરેલ વ્યક્તિ બિલ્ડર પર હુમલો કરતી દેખાઈ હતી, પરંતુ હુમલો કરનારનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. શેખની કંપનીએ મુંબઈમાં અનેક બિલ્ડિંગો બનાવ્યાં છે અને સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)ના પ્રોજેક્ટ્સમાં પણ તેઓ સામેલ હતા, તેઓ હંમેશાં તેના સુરક્ષા કવચ સાથે નીકળતા હતા, પરંતુ સોમવારે સવારે તેઓ રક્ષકો વિના બહાર ગયા હતા.

