મુંબઈ પોલીસે બળાત્કારના આરોપી વિરુદ્ધ નોંધ્યો ગુનો
Crime News
બળાત્કારની પ્રતીકાત્મક તસવીર
શનિવારે મુંબઈ પોલીસ (Mumbai Police)એ ૩૧ વર્ષીય મેક્સિકન (Mexican) ડિસ્ક જોકી – ડીજે (Disc Jockey – DJ) પર વારંવાર બળાત્કાર કરવાના આરોપસર મુંબઈ (Mumbai)ના ૩૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આરોપી વિરુદ્ધ પીડિતાની તાજેતરની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈમાં મેક્સિકન મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે મેક્સિકોની ૩૧ વર્ષીય મહિલા ડીજે પર વારંવાર બળાત્કાર કરવા બદલ મુંબઈના એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ ગયા અઠવાડિયે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર ફરિયાદી મહિલાએ પોલીસને કહ્યું કે આરોપી, જે ડીજે તરીકે પણ કામ કરે છે, તેણે વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં પીડિતા પર ઘણી વખત જાતીય હુમલો કર્યો હતો. મેક્સિકન મહિલા હાલ મુંબઈમાં રહે છેઁ. તેમજ ભળાત્કાર કરનાર આરોપી તેનો મેનેજર હોવાની જાણ થઈ છે.
ફરિયાદ મુજબ પીડિતા ડીજે મહિલા વર્ષ ૨૦૧૭માં સૌ પ્રથમ આરોપીને સોશિયલ મીડિયા પર મળી હતી. તે પછી, જુલાઈ ૨૦૧૯માં આરોપીએ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં તેના પર જાતીય બળાત્કાર કર્યો, અને પછી વારંવાર તેના પર જાતીય હુમલો કરતો હતો.
પીટીઆઈના અહેવાલમાં એક પોલીસ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે વર્ષ ૨૦૧૭માં સોશિયલ મીડિયા દ્વારા આરોપીને મળી હતી. તેણે જુલાઈ ૨૦૧૯માં બાંદ્રા સ્થિત તેના ઘરે તેની સાથે જાતીય શોષણ કર્યું હતું, ત્યારબાદ તેણે તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાએ એમ પણ કહ્યું કે, જો તે આરોપીને આમ કરવાની ના પાડે તો તે તેણીને અસાઇનમેન્ટમાંથી કાઢી મુકવાની ધમકી આપીને તેના પર બળજબરી કરતો હતો. એટલું જ નહીં, તેમની અંગત તસવીરોનો હવાલો આપીને આરોપી મહિલાને બ્લેકમેલ પણ કરતો હતો.
પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી તેણીને તેના કામમાં જોખમ નાખવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં આરોપીએ વર્ષ ૨૦૨૦માં બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવા છતાં તે આરોપી મહિલાને અશ્લીલ મેસેજ કરીને જાતીય માંગણી કરવાનું ચાલુ રાખ્યું હતું.
મેક્સિકન ડીજે પીડિતાના નિવેદન બાદ મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (બળાત્કાર), ૩૭૭ (અકુદરતી સેક્સ), ૩૫૪ (એક મહિલા પર તેની નમ્રતા ભડકાવવાના ઈરાદાથી હુમલો) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) હેઠળ આરોપીઓ માટે ધરપકડ વોરંટ દાખલ કર્યું છે. આ મામલે હજી વધુ તપાસ ચાલુ છે.
મુંબઈના આરોપીને શોધવા માટે પોલીસે વોરંટ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.