છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઑપરેશનમાં જુદાં-જુદાં શહેરોમાંથી ૧૨ લોકોની ધરપકડ કરી હતી
જપ્ત કરેલું મેફેડ્રોન
એક સિનિયર ઑફિસરે શુક્રવારે જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસે ૩૦૦ કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઑપરેશનમાં જુદાં-જુદાં શહેરોમાંથી ૧૨ લોકોની ધરપકડ કરી હતી.
નાશિક જિલ્લાના શિંદે એમઆઇડીસી ગામમાં એક ફૅક્ટરી પર દરોડા પાડ્યા બાદ ૩૦૦ કરોડ રૂપિયાનું ૧૫૧.૩૦૫ કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. સાકીનાકા પોલીસ સ્ટેશનની એક ટીમે મહાનગરના વિવિધ ભાગો તેમ જ તેલંગણ અને નાશિકના હૈદરાબાદમાંથી સિન્ડિકેટના ૧૨ સભ્યોની ધરપકડ કરી હતી.’
ADVERTISEMENT
મેફેડ્રોન એક કૃત્રિમ ઉત્તેજક દવા છે જે મ્યાઉં મ્યાઉં, વાઇટ મૅજિક, બબલ, એમ-કૅટ વગેરે સહિત વિવિધ શેરી-નામોથી જાણીતી છે.