Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાયગાંવ: પોલીસની હાજરીમાં ફાટી નીકળી ગૅન્ગ વૉર પિસ્તોલ, છરી અને સળિયાના હુમલામાં 8 જખમી

નાયગાંવ: પોલીસની હાજરીમાં ફાટી નીકળી ગૅન્ગ વૉર પિસ્તોલ, છરી અને સળિયાના હુમલામાં 8 જખમી

Published : 22 January, 2025 06:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: નાયગાંવ (પૂર્વ)માં બુધવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર તુંગારેશ્વર ફાટા નજીક હરીફ જૂથના કેટલાક હુમલાખોરોએ પિસ્તોલ, છરી અને લોખંડના સળિયાનો ઉપયોગ કરીને તેમના પર હુમલો કર્યા પછી આઠ લોકોને ઈજા થઈ છે.

સોમવારે બનેલી ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી કાર પાસે એક પોલીસકર્મી (તસવીર: હનીફ પટેલ)

સોમવારે બનેલી ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી કાર પાસે એક પોલીસકર્મી (તસવીર: હનીફ પટેલ)


મુંબઈના નાયગાંવમાં બુધવાર તા. 22 જાન્યુઆરી 2025 ના રોજ ગૅન્ગ વૉર શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થાય હોવાના અહેવાલ છે. આ અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગૅન્ગ વૉરમાં અસમાજિક તત્વોએ પિસ્તોલથી લઈને લોખંડના સળિયા વડે એકબીજા પર હુમલો કર્યા હોવાની માહિતી પોલીસે આપી હતી.


નાયગાંવ (પૂર્વ)માં બુધવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર તુંગારેશ્વર ફાટા નજીક હરીફ જૂથના કેટલાક હુમલાખોરોએ પિસ્તોલ, છરી અને લોખંડના સળિયાનો ઉપયોગ કરીને તેમના પર હુમલો કર્યા પછી આઠ લોકોને ઈજા થઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ઘટના પોલીસ અધિકારીઓની હાજરીમાં બની હતી જેઓ એક દિવસ પહેલા નાયગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસ સાથે સંબંધિત પંચનામા કરવા માટે સ્થળ પર હાજર હતા."



ગોળીબારના અવિરત અવાજ સાંભળીને સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તેની કારની બારીઓ તૂટી જતાં નુકસાન થયું હતું. જ્યારે સાત ઘાયલ લોકોને હાઈવે પરની વિવાન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને અદ્યતન સારવાર માટે વોકહાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસના વધારાના કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પણ ઘટનાની સમાંતર તપાસ હાથ ધરી છે.


ભાંડુપમાં મળી આવ્યો મહિલાનો મૃતદેહ

મુંબઈના ભાંડુપમાં એક શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ભાંડુપ પોલીસે ભાંડુપ પશ્ચિમમાં ડ્રીમ્સ ધ મૉલના પાણી ભરાયેલા બેઝમેન્ટમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરી હતી. સવારે 9:40 વાગ્યાની આસપાસ મૉલના કર્મચારીએ પાણી ભરાયેલા ભોંયરામાં મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ મૃતદેહ મુલુંડ જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા જે બાદ ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.


આ મૉલ ત્યાં લાગેલી બે આગની ઘટના બાદ બંધ પડ્યો હતો. પહેલી ઘટના સનરાઇઝ હૉસ્પિટલમાં બની હતી, જે મોલના ઉપરના માળેથી કાર્યરત હતી અને તેમાં પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બૅન્કનું મુખ્ય કાર્યાલય પણ હતું, જેણે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મૉલ HDIL ની માલિકીનો હતો, જેણે મોલની પાછળ ડ્રીમ્સ હાઇટ્સ નામની ઊંચી ઇમારતો પણ બનાવી હતી ત્યારથી આ જગ્યા અસામાજિક તત્વો માટે અડ્ડો બની છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2025 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK