માયાનગરી મુંબઈમાં 15 વર્ષની બાળકી સાથે 6 લોકોએ ગેંગરેપ (GangRape)કર્યાનો મામલો સામે આવ્યો છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
મહિલાઓ માટે સૌથી સુરક્ષિત ગણાતા શહેર મુંબઈ (Mumbai)નું હેમ ફરી એકવાર કલંકિત થયું છે. માયાનગરી મુંબઈમાં 15 વર્ષની બાળકી સાથે 6 લોકોએ ગેંગરેપ (GangRape)કર્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત યુવતીને તેનો મિત્ર તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તમામ છ લોકોએ મળીને બાળકી પર ગેંગરેપ કર્યો હતો.
આ ઘટનામાં ત્રણ આરોપીઓ સગીર હોવાનું કહેવાય છે, જ્યારે પીડિતા પણ સગીર છે. આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં પોલીસ (Mumbai Police)એ ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. જ્યાંથી તેને 30 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Coronavirus: મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની થશે તપાસ, જાણી લો આ મહત્વનો નિર્ણય
પોલીસે આ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા તમામ આરોપીઓમાંથી ત્રણ આરોપી પુખ્ત છે. આવા સંજોગોમાં પોલીસ પણ તેની પાસેથી તે જાણવામાં વ્યસ્ત છે કે તે અગાઉ પણ આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલ છે કે કેમ. પોલીસ તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.