થાણે પોલીસે નવ લોકો સાથે ૮૨.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ એક મૃત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આ વ્યક્તિ સામે પીડિતોએ આર્થિક ગુના વિંગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે પોલીસે નવ લોકો સાથે ૮૨.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ એક મૃત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આ વ્યક્તિ સામે પીડિતોએ આર્થિક ગુના વિંગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. છેતરપિંડીના કેસની તપાસ દરમ્યાન આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે, પણ તે ચોથી ડિસેમ્બરે મૃત્યુ પામ્યો હતો. ઑગસ્ટ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પાંચ વર્ષના સમયગાળામાં થયેલી કથિત છેતરપિંડીના સંબંધમાં બુધવારે આ કેસ નોંધવામાં આવ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામેલી વ્યક્તિ પર કુલ નવ રોકાણકારોને વિવિધ યોજનાઓમાં તેમના રોકાણ પર ઊંચું વળતર આપવાનું વચન આપીને છેતરવાનો આરોપ છે. પીડિતોને આકર્ષક વળતર આપવાનું પ્રલોભન આપીને તેણે તેમને છેતર્યા હતા. ત્યાર પછી તેણે ન તો મૂળ રકમ પાછી આપી કે ન વળતર આપ્યું. થાણે પોલીસ પીડિતોને સહાય પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે અને આટલા લાંબા સમયગાળા દરમ્યાન આરોપી તેમને કેવી રીતે છેતરવામાં સફળ થયો એ સમજવાની કોશિશ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ સંડોવાયેલી હતી કે પછી માત્ર મૃત્યુ પામનાર વ્યક્તિનું જ કામ હતું.