બોરીવલી પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ડ્રગ્સ લાવીને એનું મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવાના આરોપસર ચાર આરોપીની શુક્રવારે ધરપકડ કરી હતી.
આરોપીઓ આ બૂટ-ચંપલના સોલમાં ડ્રગ્સ છુપાવીને મુંબઈમાં હેરાફેરી કરતા હતા.
બોરીવલી પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ડ્રગ્સ લાવીને એનું મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવાના આરોપસર ચાર આરોપીની શુક્રવારે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૪૭.૨૦ લાખ રૂપિયાની કિંમતનું ૪૭૨ ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે બૂટ અને ચંપલના સોલમાં એને છુપાવીને હેરાફેરી કરતા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
આરોપીઓ પોલીસની નજર બચાવીને આ તસ્કરી એક વર્ષથી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. તમામની કોર્ટમાંથી કસ્ટડી મેળવીને તેઓ ઉત્તર પ્રદેશમાં કોની પાસેથી હેરોઇન ખરીદતા હતા અને મુંબઈમાં કોને સપ્લાય કરતા હતા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.