Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: 19 વર્ષના દિકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મારીને કરી બાપની હત્યા, જાણો કારણ

Mumbai Crime: 19 વર્ષના દિકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મારીને કરી બાપની હત્યા, જાણો કારણ

Published : 24 April, 2023 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ(Mumbai crime)ના થાણે(Thane)માં હ્રદય કંપી ઉઠે એવી ઘટના સામે આવી છે. 19 વર્ષના દિકરાએ જ બાપનું ઢીમ ઢાળી દીધું છે. જાણો યુવાના દિકરાએ શા માટે આવું પગલું ભર્યુ?

પ્રતિકાત્મક તસવીર

Crime News

પ્રતિકાત્મક તસવીર


કહેવત છે ને કે જ્યારે ઘરના જ ઘાતકી બને ત્યારે કોને દોષ દેવો. ઘરના જ લોકો મોતને ઘાટ ઉતારે એવી અનેક ઘટનાઓ સામે આવી છે અને હજી પણ આવી ઘટના અટકવાનું નામ નથી લેતી. જોકે, ઘણીવાર એવું બનતું હોય છે કે પરિવારના સભ્ય માટે જ જાણે અજાણ્યે અન્ય સભ્યનો જીવ લઈ લેતા હોય છે. મુંબઈ(Mumbai crime)ના થાણે(Thane)માં આવી જ એક ઘટના ઘટી છે.જ્યાં એક દિકારાએ જ બાપનું ઢીમ ઢાળી દીધું. 


પોલીસે સોમવારે મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane)જિલ્લામાં કથિત રીતે તેના પિતાની હત્યા કરવા બદલ 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના રવિવારે અંબરનાથ વિસ્તારમાં બની હતી. ઉલ્હાસનગર પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પ્રકાશ તેના 52 વર્ષીય પિતા રાજેશ વર્માથી નારાજ હતો કારણ કે તે તેની પત્ની સાથે વારંવાર દુર્વ્યવહાર કરતો હતો અને માર મારતો હતો.



આરોપીએ તેના પિતાને તેની માતાને માર મારવાનું ટાળવા કહ્યું હતું. પરંતુ તે સમજતો નહોતો. અનેક વાર સમજાવ્યા બાદ પણ રવિવારે બપોરે વર્માએ ફરીથી તેની પત્નીને માર મારવાનું શરૂ કર્યું. આ જોઈ દિકરો રોષે ભરાયો અને તીક્ષ્ણ હથિયાર વડે તેના પિતા પર જીવલેણ હુમલો કર્યો.


આ પણ વાંચો: મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ભોજપુરી અભિનેત્રીની ધરપકડ

અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ તીક્ષ્ણ છરી ઉપાડી અને તેના પિતા પર કથિત રૂપે સંખ્યાબંધ ઘા કર્યા હતા. પરિવારના અન્ય સભ્યો ઘાયલ વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને હત્યાના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK