શનિવારે ૧,૩૮૭ લોકોની કોવિડ ટેસ્ટ કરાઈ હતી
ફાઇલ તસવીર
કોરોના વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે મુંબઈમાં ગઈ કાલે પરમ દિવસની સરખામણીએ વધુ ટેસ્ટ કરવામાં આવી હતી. જોકે એની સામે કેસમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે ૧,૩૮૭ લોકોની કોવિડ ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧૮૯ લોકોને સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આની સામે ગઈ કાલે ૧,૭૩૬ લોકોની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી. એની સામે ૧૭૨ લોકો સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં કોવિડના નવા કેસમાં ઘટાડો થવાથી સહેજ રાહત અનુભવાઈ છે.
શનિવારે નવા ૧૮૯ કેસ નોંધાવાની સામે ૧૦૫ દરદી રિકવર થયા હતા, જ્યારે ગઈ કાલે ૧૭૨ નવા કેસ સામે ૧૨૩ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૧૭૦ થઈ છે. ગઈ કાલે કુલ ૧૨ દરદીઓને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા, જેમાંથી ચાર દરદીને ઑક્સિજનની જરૂર પડી હતી. આ સાથે હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીઓની સંખ્યા ૮૩ થઈ છે. કોરોના મહામારી શરૂ થયા બાદથી અત્યાર સુધી મુંબઈમાં કુલ ૧૧,૩૬,૬૩૭ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી ૧૯,૭૪૭ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૧૧,૧૬,૮૯૦ દરદી રિકવર થયા છે.