કેસની તપાસ દરમ્યાન EOWએ બન્ને સામે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરવાની કોર્ટને અરજી કરી હતી, એના આધારે કોર્ટે ગઈ કાલે વૉરન્ટ બહાર પાડ્યું હતું
ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને ભૂતપૂર્વ વાઇસ-ચૅરપર્સન ગૌરી ભાનુ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડના કૌભાંડના કેસમાં કોર્ટે બૅન્કનાં ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને ભૂતપૂર્વ વાઇસ-ચૅરપર્સન ગૌરી ભાનુ સામે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. તેઓ આ કૌભાંડ બહાર આવ્યું એ પહેલાં દુબઈ જતાં રહ્યાં હતાં. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ભાનુ પતિ-પત્ની આ કેસમાં વૉન્ટેડ છે. કેસની તપાસ આગળ વધારવા માટે તેમને હાજર કરવા જરૂરી હોવાથી બ્લુ કૉર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.’
કેસની તપાસ દરમ્યાન EOWએ બન્ને સામે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરવાની કોર્ટને અરજી કરી હતી, એના આધારે કોર્ટે ગઈ કાલે વૉરન્ટ બહાર પાડ્યું હતું. આ કેસમાં પોલીસે અત્યાર સુધી સાત જણની ધરપકડ કરી છે.

