Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પદયાત્રા કરીને શિર્ડી ગયેલા પોલીસ-ઇન્સ્પેક્ટર સાંઈથી ૧૦ કિલોમીટર દૂર હતા ત્યારે ઢળી પડ્યા

પદયાત્રા કરીને શિર્ડી ગયેલા પોલીસ-ઇન્સ્પેક્ટર સાંઈથી ૧૦ કિલોમીટર દૂર હતા ત્યારે ઢળી પડ્યા

Published : 11 January, 2025 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિવિયર હાર્ટ-અટૅક આવ્યો હોવાથી હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ પ્રફુલ સુર્વેએ દમ તોડ્યો

શિર્ડીના સાંઈબાબા નજીક પહોંચીને જીવ ગુમાવનારા અંધેરીના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રફુલ સુર્વે.

શિર્ડીના સાંઈબાબા નજીક પહોંચીને જીવ ગુમાવનારા અંધેરીના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રફુલ સુર્વે.


શિર્ડીમાં આવેલા સાંઈબાબાનાં દર્શન કરવા માટે લોકો જાત-જાતની માનતા રાખે છે. અસંખ્ય લોકો નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે વિવિધ સ્થળેથી પદયાત્રા કરીને શિર્ડી જાય છે. અંધેરી પોલીસ-સ્ટેશનમાં તહેનાત ૫૦ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રફુલ સુર્વે છેલ્લાં ઘણાં વર્ષથી મુંબઈથી શિર્ડી સુધીની પદયાત્રામાં જોડાય છે. આવી જ રીતે તે આ વર્ષે પણ મુંબઈથી શિર્ડીની પદયાત્રામાં જોડાયા હતા. મુંબઈથી શિર્ડીનું અંતર ૨૪૦ કિલોમીટર છે. ગઈ કાલે સવારના ઇન્સ્પેક્ટર તેમના સહયોગીઓ સાથે શિર્ડીથી ૧૦ કિલોમીટરના અંતરે હતા ત્યારે તેમને જોરદાર હાર્ટ-અટૅક આવ્યો હતો. તાત્કાલિક તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને ઍડ્મિટ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. સાંઈબાબાનાં દર્શન માટે છેક મુંબઈથી પગપાળા ચાલીને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી મંદિરથી માત્ર ૧૦ કિલોમીટરનું જ અંતર બાકી રહ્યું હતું ત્યારે પોલીસ-ઇન્સ્પેક્ટરનો જીવ હૃદયરોગના હુમલાને લીધે ગયો હતો. પોલીસ-ઈન્સ્પેક્ટર સાંઈ પાલખી મંડળ સાથે મુંબઈથી શિર્ડી પદયાત્રામાં ગયા હતા. તેમના અચાનક અવસાનથી આ મંડળ અને પોલીસદળમાં શોક છવાઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK