હાલમાં BEST પાસે માત્ર ૩૦૪૦ બસ છે અને એ સામે પ્રવાસીઓની માગણી બીજી ૩૦૦૦ બસની છે.
બસની તસવીર
ઍર-કન્ડિશન્ડ (AC) ડબલ ડેકર બસની ડિલિવરીમાં એક વર્ષનો વિલંબ થવાથી અને એક બસ સુધ્ધાં ન મળતાં BESTએ ૭૦૦ ડબલ ડેકર AC બસનો કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કર્યો છે.જોકે આથી BESTને પણ અસર થશે, કેમ કે હાલમાં બસના કાફલાને વધારવા એ ઝઝૂમી રહી છે. હાલમાં BEST પાસે માત્ર ૩૦૪૦ બસ છે અને એ સામે પ્રવાસીઓની માગણી બીજી ૩૦૦૦ બસની છે. AC ડબલ ડેકર બસ માટે એક કિલોમીટરના ૫૬ રૂપિયાનું રેન્ટ માગવામાં આવ્યું હતું. દેશમાં આ રેન્ટ સૌથી ઓછું હોવાને કારણે BESTને આ પ્રોજેક્ટમાં રસ પડ્યો હતો. BESTનો બીજી એજન્સી સાથેનો કૉન્ટ્રૅક્ટ ચાલુ રહ્યો છે, કેમ કે ઑર્ડર કરવામાં આવેલી ૨૦૦ બસમાંથી ૫૦ ઇલેક્ટ્રિક બસ પૂરી પાડવામાં આવી છે.