મુંબઈનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હવે છત્રપતિ સંભાજી મહારાજ તરીકે ઓળખાશે. આજે રાયગઢ શિવરાજ્યભિષેક દિન ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)નો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (Coastal Road Project) હવે છત્રપતિ સંભાજી મહારાજ તરીકે ઓળખાશે. આજે રાયગઢ શિવરાજ્યભિષેક દિન (Shivrajyabhishek Din 2023) ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. રાયગઢ કિલ્લામાં શિવરાજના રાજ્યાભિષેક સમારોહમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde), નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાને બે મોટી જાહેરાતો કરી હતી. કોસ્ટલ રોડને છત્રપતિ સંભાજી મહારાજના નામ પર રાખવાની સાથે પ્રતાપગઢ ઑથોરિટીની જાહેરાત કરવામાં આવી હતી.
રાયગઢ કિલ્લામાં પોતાના ભાષણમાં મુખ્યપ્રધાને બે મોટી જાહેરાતો કરી હતી, જેથી શિવપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાને પ્રતાપગઢ ઑથોરિટીની જાહેરાત કરી છે, મુખ્યપ્રધાને કોસ્ટલ રોડનું નામ પણ છત્રપતિ સંભાજી મહારાજના નામ પર રાખવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
શિવરાજ્યભિષેક દિવસની ઉજવણી પર મુખ્યપ્રધાનની મોટી જાહેરાતો
કોસ્ટલ રોડનું નામ ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજના નામ પર રાખવામાં આવશે.
પ્રતાપગઢના સંરક્ષણ માટે પ્રતાપગઢ ઑથોરિટીની જાહેરાત કરવામાં આવી છે.
કોસ્ટલ રોડ ક્યાંથી ક્યાં?
મુંબઈના દૃષ્ટિકોણથી મહત્ત્વાકાંક્ષી આ પ્રોજેક્ટ પણ એટલો જ ખર્ચાળ છે. આ રોડથી મુંબઈ અને ઉપનગરોમાં ટ્રાફિકની ઓછો થશે. મુંબઈનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ બે ભાગમાં વહેંચાયેલો છે. તેના બે ભાગ છે દક્ષિણ ભાગ અને ઉત્તર ભાગ, જેમાં સૌથી પહેલા દક્ષિણ ભાગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મુંબઈ અને કાંદિવલી વચ્ચે લગભગ 29 કિમીનો છે. સાઉથ કોસ્ટલ પ્રોજેક્ટ મરીન ડ્રાઇવના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી બાંદરા સી-લિંક સુધીનો સાડા દસ કિલોમીટરનો વિસ્તાર છે.
શરૂઆતમાં મરીન ડ્રાઈવથી પ્રિયદર્શિની પાર્ક સુધીની બે ટનલ છે, જે 2 કિમીની બે ટનલ છે. આ ટનલ ત્રણ પ્રકારની છે. આના ત્રણ પ્રકાર છે ટેપર્ડ ટનલ, ગોળાકાર અને રેમ. આ ભૂગર્ભ માર્ગો માવલા ટનલ બોરિંગ મશીનની મદદથી બનાવવામાં આવ્યા છે. સમગ્ર સાઉથ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે 12,700 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ બે ટનલમાંથી એક ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજી ટનલનું કામ 91 ટકા પૂર્ણ થઈ ગયું છે.
આ પણ વાંચો: Maharashtra SSC Result:ધોરણ 10નું પરિણામ જાહેર, 93.83 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ત્રણ ઇન્ટરચેન્જ છે. પહેલું ઇન્ટરચેન્જ ઇમર્સન ગાર્ડન ખાતે, બીજું ઇન્ટરચેન્જ હાજી અલી ખાતે અને ત્રીજું ઇન્ટરચેન્જ વરલી ખાતે છે. ઇન્ટરચેન્જ વચ્ચે પાર્કિંગની વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ હશે, જ્યાં 1600 વાહનો પાર્ક કરવામાં આવશે. સમગ્ર કોસ્ટલ રોડ આઠ લેનનો હશે જ્યારે ટનલનો રૂટ છ લેનનો હશે.