એક જ મહિનામાં MGLએ CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યા બાદ યુનિયને લીધો નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
મહાનગર ગૅસ લિમિટેડ (MGL)એ ગયા મહિને કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવમાં કિલોએ બે રૂપિયાનો વધારો કર્યા બાદ હવે વધુ એક રૂપિયાનો વધારો કર્યો છે. આની સાથે CNGનો કિલોનો ભાવ ૭૮ રૂપિયા થઈ ગયો છે.
અત્યારે મોટા ભાગની રિક્ષા, ટૅક્સી અને બસ CNGથી ચાલે છે. ભાવમાં થયેલા આ વધારાની સાથે જ ઑટો યુનિયને મિનિમમ ભાડું ૨૩ રૂપિયાથી વધારીને ૨૬ રૂપિયા કરી આપવાની માગણી ફરી ઉચ્ચારી છે. મુંબઈ રિક્ષામેન્સ યુનિયનનું કહેવું છે કે ‘અમે સરકાર પાસે ત્રણ રૂપિયાનો વધારો માગી રહ્યા છીએ. અમે કૉસ્ટ ઑફ લિવિંગ ઇન્ડેક્સ, ફ્યુઅલ, મેઇન્ટેનન્સ સહિતનાં તમામ ફૅક્ટરોને ધ્યાનમાં રાખીને ગણતરી કરી તો ૨.૬૭ રૂપિયા વધવા જોઈએ. આ જ કારણસર અમે ત્રણ રૂપિયા માગ્યા છે.’
ADVERTISEMENT
MGLએ અત્યારે નૅચરલ ગૅસ ઇમ્પોર્ટ કરવો પડતો હોવાથી એની કિંમત વધી જાય છે. MGLનું કહેવું છે કે આ નવા ભાવવધારા બાદ પણ CNG પેટ્રોલ અને ડીઝલ કરતાં અનુક્રમે ૪૯ અને ૧૪ ટકા સસ્તો છે.