Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: દર્દીઓના ખિસ્સાં ખાલી થતાં અટકશે? શું છે BMCની ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી?

Mumbai: દર્દીઓના ખિસ્સાં ખાલી થતાં અટકશે? શું છે BMCની ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી?

Published : 24 November, 2023 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai: ઝીરો-પ્રિસ્ક્રિપ્શન પોલિસીની જાહેરાત કરવા જારી કરાયેલ BMC પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "સ્વાસ્થ્ય સંભાળ પરના ખિસ્સા બહારના ખર્ચને કારણે લગભગ 10% નાગરિકો ગરીબીની નીચેની શ્રેણીમાં આવી જાય છે"

તબીબી સેવાની પ્રતીકાત્મક તસવીર

તબીબી સેવાની પ્રતીકાત્મક તસવીર


Mumbai: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન હૉસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી તમામ તબીબી સુવિધાઓ અને દવાઓ માટે `શૂન્ય પ્રિસ્ક્રિપ્શન નીતિ` (Zero Prescription Policy)નું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. 


શૂન્ય પ્રિસ્ક્રિપ્શન નીતિના અમલીકરણ માટે એક વ્યાપક રિપોર્ટ સબમિટ કરવાની પણ માંગ કરવામાં આવી છે. મુંબઈ (Mumbai) મ્યુનિસિપાલિટી `ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી` લાગુ કરનારી દેશની પ્રથમ નગરપાલિકા હશે આમ આરોગ્ય સેવાઓને મફત અને સંપૂર્ણપણે લોકો કેન્દ્રિત બનાવશે.



સીએમ શિંદેએ લીધી હૉસ્પિટલની મુલાકાત


સીએમ શિંદેએ મુંબઈ (Mumbai)માં કેઈએમ હૉસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. તે સમયે દર્દીઓ અને નાગરિકો સાથેની ચર્ચા દરમિયાન કેટલીક ક્ષતિઓ સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન હૉસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓ અને સાધનોનો ખર્ચ સગા-સંબંધીઓ મારફત દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવે છે. આ ખર્ચનો વધારાનો બોજ ગરીબ દર્દીઓ ભોગવે છે.

આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આરોગ્યની સંભાળ પાછળ ખિસ્સા બહારના ખર્ચને કારણે લગભગ 10 ટકા નાગરિકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને મ્યુનિસિપલ હૉસ્પિટલો દ્વારા ગરીબ દર્દીઓને મફત સેવાઓ પૂરી પાડવા માટે "ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલીસી" (Zero Prescription Policy) લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ માટે મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને પણ આ સંદર્ભે ઝીણવટભર્યો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપવા પણ આદેશ કર્યો છે.


4 મેડિકલ કોલેજો, 1 ડેન્ટલ કોલેજ, 16 ઉપનગરીય હૉસ્પિટલો, 5 વિશેષ હૉસ્પિટલો, 30 પ્રસૂતિ હૉસ્પિટલો, 192 દવાખાનાઓ મુંબઈ (Mumbai) મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. આ ઉપરાંત 202 "હિન્દુહૃદયમ્રાટ બાળાસાહેબ ઠાકરે અપ્પા દાવખાના" પણ કાર્યરત છે. આ મેડિકલ હૉસ્પિટલોમાં 7100 બેડ છે, ઉપનગરીય હૉસ્પિટલોમાં 4000, સ્પેશિયલ હૉસ્પિટલોમાં 3000 અને અન્ય મળીને કુલ 15 હજાર બેડ છે. જેમાં દરરોજ 50,000થી વધુ દર્દીઓ બહારના દર્દીઓની સેવાઓનો લાભ લે છે. ઉપરાંત દર વર્ષે સરેરાશ 20 લાખથી વધુ દર્દીઓ આંતર-દર્દી સેવાઓનો લાભ લે છે.

ઝીરો-પ્રિસ્ક્રિપ્શન પોલિસી (Zero Prescription Policy)ની જાહેરાત કરવા માટે ગુરુવારે જારી કરાયેલ BMC પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "સ્વાસ્થ્ય સંભાળ પરના ખિસ્સા બહારના ખર્ચને કારણે લગભગ 10% નાગરિકો ગરીબીની નીચેની શ્રેણીમાં આવી જાય છે." BMC (Brihanmumbai Municipal Corporation) તેના મોહલ્લા ક્લિનિક્સ અને દવાખાનાઓમાં મફત રક્ત-પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરે છે. હવે તે વૃદ્ધો અને નબળા દર્દીઓ માટે ઘરે ઘરે જઈને સેવાઓ પ્રદાન કરશે. 

"અમે પહેલાથી જ હાયપરટેન્શન, ડાયાબિટીસ અને ટ્યુબરક્યુલોસિસ માટે ઘરે-ઘરે સર્વે હાથ ધરીએ છીએ. તેવી જ રીતે અમે વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે ઘરે ઘરે મફત રક્ત પરીક્ષણ પ્રદાન કરીશું," એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2023 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK