Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધતાં BMCએ જાહેર કરી ખાસ ગાઇડલાઇન, જાણો...

Mumbai: વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધતાં BMCએ જાહેર કરી ખાસ ગાઇડલાઇન, જાણો...

Published : 27 December, 2022 10:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે પાલિકાએ કોવિડ સંબંધિત સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વૈશ્વિક સ્તરે કોરોના (Coronavirus)ના વધી રહેલા કેસો બાદ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation)એ પ્રેસ નોટ જાહેર કરીને કોરોનાને ધ્યાનમાં રાખી વિશેષ સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરી છે.


મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ કોરોના ચેપના ફેલાવને રોકવા માટે લોકોને કેટલીક સૂચનાઓ આપી છે. મુંબઈમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે પાલિકાએ કોવિડ સંબંધિત સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે.



વોર્ડ વોરરૂમ ફરી ૨૪ કલાક શરૂ


હવે ફરી એકવાર BMCના વોર્ડ વોરરૂમ 24x7 કામ કરશે. કોરોનાની સારવાર મેળવવા અથવા બીજી કોઈ સંબંધિત સેવા માટે નાગરિકો આ વોરરૂમનો સંપર્ક કરી શકે છે. મુંબઈ મહાનગરપાલિકા કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે સામૂહિક રસીકરણ ચાલુ રાખશે.

આ છે BMCની ખાસ સૂચનાઓ


  • નાગરિકોએ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું જોઈએ
  • સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ
  • સમયાંતરે હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી
  • જો તમે બીમાર હો અથવા કોરોનાના કોઈ લક્ષણો હોય તો ઘરે જ રહેવું
  • ડાયાબિટીસ કે હાઈપરટેન્શનના દર્દીઓ તેમ જ વરિષ્ઠ નાગરિકોએ ખાસ કાળજી લેવી.
  • તમામ નાગરિકોએ રસીકરણ પૂર્ણ કરવું જોઈએ અને બૂસ્ટર ડોઝ પણ લેવો જોઈએ.

મુંબઈ મહાનગર પાલિકા કોરોનાને નાબૂદ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. મુંબઈ મહાનગરપાલિકા સામૂહિક રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોરોના દર્દીઓ માટે ખાસ હૉસ્પિટલ, બેડ, ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં મુંબઈમાં નગરપાલિકાની સેવન હિલ હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત છે.

મહાનગર પાલિકાએ કહ્યું છે કે કામા હૉસ્પિટલ, સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ, ટાટા હૉસ્પિટલ, જગજીવન રામ હૉસ્પિટલ રાજ્યની સરકારી હૉસ્પિટલ છે અને અન્ય 26 ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને તો સતત ટોણા મારવાની આદત છે

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગઇકાલે પંચ કોરોના કેસ નોંધાયા હતા. હાલ મુંબઈમાં કુલ ૪૯ એક્ટિવ કેસ છે. ગઇકાલે શહેરમાં કોઈ મૃત્યુ નોંધાયું ન હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK