Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આનંદો મુંબઈકર્સ: બેસ્ટના કાફલામાં સામેલ થઈ 40 એસી પ્રીમિયમ બસ

આનંદો મુંબઈકર્સ: બેસ્ટના કાફલામાં સામેલ થઈ 40 એસી પ્રીમિયમ બસ

Published : 19 May, 2023 07:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૃહ્ન્મુંબઈ ઈલેક્ટ્રિક એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)એ પોતાના કાફલામાં 40 નવી ઍરકન્ડિશન્ડ પ્રીમિયમ બસોને સામેલ કરવાની જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ આ બસોને આગામી અઠવાડિયે સેવામાં શરૂ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની (Mumbai) સાર્વજનિક પરિવહન પ્રણાલીને હજી વધારે બેહતર બનાવવા માટે બેસ્ટ સતત સુધારા કરે છે. બેસ્ટે તાજેતરમાં જ પોતાના કાફલામાં સામેલ બસોની સંખ્યા પણ વધારી દીધી છે. બૃહ્ન્મુંબઈ ઈલેક્ટ્રિક એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)એ પોતાના કાફલામાં 40 નવી ઍરકન્ડિશન્ડ પ્રીમિયમ બસોને સામેલ કરવાની જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ આ બસોને આગામી અઠવાડિયે સેવામાં શરૂ કરવામાં આવશે. (Mumbai BEST inducts 40 AC premium buses in its fleet)


એસી બસોની રોજિંદી સંખ્યામાં થશે વધારો
બેસ્ટ અધિકારીઓનું કહેવું છે કે બેસ્ટમાં એસી બસોની સંખ્યા વધ્યા બાદ મુંબઈમાં એસી બસોના રોજિંદા રૂટીનની સંખ્યા વધશે. ઍરપૉર્ટ રોડ પર બસોની ફ્રીક્વેન્સી દર 30 મિનિટે વધારવામાં આવશે જેથી પ્રવાસીઓને વધારે સુવિધાજનક પ્રવાસનો વિકલ્પ મળી રહે.



મુંબઈમાં પહેલાથી એક ડઝન માર્ગો પર ચાલનારી 60 પ્રીમિયમ બસો છે. હાલના માર્ગોમાં થાણેથી બીકેસી, થાણેથી ઍરપૉર્ટના માધ્યમે બીકેસી, ઍરપૉર્ટથી કફ પરેડ, ઍરપૉર્ટથી ખારગર, બીકેસીથી બાન્દ્રા રેલવે સ્ટેશન અને અંધેરી પૂર્વ, અને ગુંદાવલી મેટ્રો સ્ટેશનથી બીકેસી સુધીનો સફર સામેલ છે.


આ પણ વાંચો : Mumbai: ટેક્નિકલ ખામીને કારણે અપસ્કેલ વિસ્તારો સહિત અનેક સ્થળે Power Outage

આ બસોની બુકિંગ બેસ્ટ ચલો એપના માધ્યમે કરી શકાય છે અને પેમેન્ટ ડિજિટલ રીતે કરવામાં આવી શકે છે. આ બસો સ્વયં-ચલિત કારના વિકલ્પ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 07:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK