દહિસર પોલીસ અધિકારીએ કહ્યું કે શુક્રવારે પાડવામાં આવેલા દરોડામાં 19 ગ્રાહકો અને રેસ્ટૉરન્ટના પ્રબંધક સહિત છ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની અનેક ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
Mumbai Bar Women Rescued: દહિસર (Dahisar) પોલીસ અધિકારીએ કહ્યું કે, શુક્રવારે પાડવામાં આવેલા દરોડામાં 19 ગ્રાહકો અને રેસ્ટૉરન્ટના પ્રબંધક સહિત છ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની અનેક ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
મુંબઈના (Mumbai) દહિસર વિસ્તારમાં એક બારની સુવિધા આપનારા રેસ્ટૉરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 17 મહિલાઓને એક વિશેષ રીતે બનાવવામાં આવેલા તેહખાનામાંથી સુરક્ષિત કાઢવામાં આવી. અનેક અન્ય મહિલાઓ અહીં ડાન્સ કરતી જોવા મળી. એક પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. દહિસર પોલીસ અધિકારીએ કહ્યું કે શુક્રવારે પાડવામાં આવેલા દરોડામાં 19 ગ્રાહકો અને રેસ્ટૉરન્ટના પ્રબંધક સહિત છ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Mumbai: હાઉસિંગ સ્કીમ માટે 27 કરોડની ઠગી, પોલીસે પંજાબના બિલ્ડરને ઝડપ્યો
તેમણે કહ્યું, "અમે ચાર મહિલાઓ ડાન્સ ફ્લોર પર મળી, જ્યારે 17 મહિલાઓ આ પ્રકારના દરોડા દરમિયાન પોલીસને ચકામો આપવા માટે ખાસ રીતે બનાવવામાં આવેતા તેહખાનામાં મળી. તેમને બચાવી લેવામાં આવી અને જવા દેવામાં આવી." તેમણે કહ્યું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.