પાંચ મહિના ને ૧૩ દિવસની ઉંમરે સૌથી લાંબા ૧૨ ઇંચ વાળ હોવાનો વર્લ્ડ રેકૉર્ડ આ બાળકીના નામે
અત્યારે ૧૦ મહિનાની થયેલી રાયકા સાથે મમ્મી-પપ્પા જાસ્મિન અને રચિત વિસરિયા.
મુલુંડ-વેસ્ટમાં રહેતાં જાસ્મિન અને રચિત વિસરિયાની દીકરી રાયકા પાંચ મહિના અને ૧૩ દિવસની હતી ત્યારે તેના વાળ એક ફુટ લાંબા હતા અને એ માટે તેને વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સ તરફથી સૌથી લાંબા વાળનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઇન્ફન્ટ કૅટેગરીમાં આ એક વર્લ્ડ રેકૉર્ડ હોવાનું વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સનું કહેવું છે.



