ફોન કરનારે મુંબઈમાં મોટો હુમલો (Mumbai Attack) કરવાની ધમકી આપી છે, જેના કારણે પોલીસ વિભાગ ઍલર્ટ મોડ પર છે અને તપાસ શરૂ કરી છે. કૉલ કરનાર વ્યક્તિની શોધ ચાલુ છે
મુંબઈ પોલીસની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસ (Mumbai Police) કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો (Threat Call) કૉલ આવ્યો છે. ફોન કરનારે મુંબઈમાં મોટો હુમલો (Mumbai Attack) કરવાની ધમકી આપી છે, જેના કારણે પોલીસ વિભાગ ઍલર્ટ મોડ પર છે અને તપાસ શરૂ કરી છે. કૉલ કરનાર વ્યક્તિની શોધ ચાલુ છે. આ પહેલીવાર નથી જ્યારે મુંબઈ પોલીસને આવી ધમકી મળી હોય. અગાઉ પણ પોલીસને આવા અનેક કોલ આવ્યા છે, જેમાં શહેરમાં આતંક મચાવવાના દાવા કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમ પર ધમકીભર્યો કૉલ આવ્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ ફોન પર કહ્યું કે, મુંબઈમાં મોટું કૌભાંડ થવાનું છે. મુંબઈ પોલીસને જુલાઈમાં પણ આવા ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં 26/11 જેવા આતંકવાદી હુમલાનું પુનરાવર્તન કરવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે કેટલીક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો કૉલ આવ્યો હતો. કંટ્રોલ રૂમમાં તહેનાત મહિલા પોલીસ અધિકારીએ આ કૉલ ઉપાડ્યો અને કૉલ કરનાર પાસેથી દરેક સંભવિત માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે, મુંબઈ પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફોન કરનારે દાવો કર્યો હતો કે ગુજરાતના જમાલપુરમાં રહેતી સમા નામની મહિલા આસિફ નામના કાશ્મીરી સાથે સંપર્કમાં છે, જે મુંબઈમાં મોટી ઘટના ઘડવાની યોજના બનાવી રહી છે. ફોન કરનારે પોતાની ઓળખ શોએબ તરીકે કરી હતી અને દાવો કર્યો હતો કે એટીએસ અધિકારીઓ પણ તેને ઓળખે છે. તેણે સામ અને આસિફના ફોન નંબર પણ પોલીસને આપ્યા છે. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
મુંબઈ પોલીસને પહેલા પણ ઘણા ધમકીભર્યા કૉલ મળી ચુક્યા છે. તપાસમાં થઈ છે કે મોટાભાગના કૉલ્સ નકલી હતા. અગાઉ મંત્રાલયને ઉડાવી દેવાની અને મુંબઈની લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. કેટલાક કેસમાં આરોપીને થોડા કલાકોમાં જ પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે શૅર કર્યો વીડિયો
તાજેતરમાં જ મુંબઈ પોલીસે (Mumbai Police) એક વીડિયો શૅર કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે, જેમાં એક શખ્સ સ્કૂટર પર સ્ટંટ કરતા ગાડી પર પર્વાસ કરતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ઘણીવાર મુંબઈ પોલીસ (Mumbai Police) પોતાના અનોખા અંદાજમાં લોકોને ચેતવણી આપતા સતર્ક કરતી જોવા મળે છે. ટ્રેંડિંગ ટૉપિક્સ પર આનંદ માણવાથી લઈને રોડ સેફ્ટી એડવાઈસરી જાહેર કરવા સુધીનાં કામમાં મુંબઈ પોલીસ પોતાની સ્વેગવાળી સ્ટાઈલમાં જોવા મળે છે. પોતાના ઑન-પૉઈન્ટ મીમ ગેમ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ (Police Department)ની પોસ્ટ દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિક કરી લે છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે આવો જ એક વીડિયો શૅર કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે, જેમાં એક શખ્સ સ્કૂટર પર સ્ટન્ટ કરતા રસ્તા પર પ્રવાસ કરતો જોવા મળે છે.