Mumbai Airport: તપાસ દરમિયાન 6.3 કરોડની કિંમતનું 6.7 કિલો સોનું મળી આવ્યું હતું જે દાણચોરીના ભગરુંપે મુંબઈ લાવવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના એરપોર્ટ પર વારેવારે સોનું સહિતની અન્ય દાણચોરીની વસ્તુઓ જપ્ત કરવામાં આવતી હોય છે. હવે તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ એરપોર્ટ પરથી સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર 6.3 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ માલ જપ્ત કર્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા એક મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે.
બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર ઊતર્યો શખ્સ
ADVERTISEMENT
સોનું જપ્ત કરીને એક મુસાફરની ધરપકડ કારવમાં આવી છે અને તપાસ કરવામાં આવી છે. જેમાં ડીઆરઆઈના અધિકારીઓએ સંભવિત ખરીદદારની પણ ધરપકડ કરી લીધી છે. જેથી આ સમગ્ર સોનાની દાણચોરીના ષડયંત્રનો ખ્યાલ આવે. ચોક્કસ માહિતીના આધારે દાણચોરી વિરોધી એજન્સીના અધિકારીઓએ એક મુસાફરને બેંગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર લેન્ડ થયા બાદ અટકાવી દેવામાં આવ્યો હતો અને તેની સઘન તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
સંભવિત ખરીદનારનું નામ પણ સામે આવ્યું છે
આ સમગ્ર મામલે અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન વ્યક્તિ પાસેથી 6.7 કિલોગ્રામ દાણચોરીથી લાવેલા સોનાની લગડી મળી આવી હતી. અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું કે આરોપીની પૂછપરછ દરમિયાન દાણચોરી કરેલા સોનાના સંભવિત ખરીદનારનું નામ સામે આવ્યું અને બાદમાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
શૂઝમાં સંતાડીને સોનું લાવ્યો હતો શખ્સ
અહેવાલો સૂચવી રહ્યા છે કે તપાસ દરમિયાન 6.3 કરોડની કિંમતનું 6.7 કિલો સોનું મળી આવ્યું હતું જે દાણચોરીના ભગરુંપે મુંબઈ લાવવામાં આવ્યું હતું. હવે તમને એ પણ જણાવી દઈએ કે આ વ્યક્તિએ કરી રીતે સોનું સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. તો આ વ્યક્તિએ તેણે પહેરેલા શૂઝમાં દાણચોરીનું સોનું સાંતડયું હતું. હવે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એમ અધિકારીએ જણાવ્યું હતું. ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં વી ત્યારે આ દાણચોરી કરાયેલ ગોલ્ડના સંભવિત ખરીદદારનું નામ સુદ્ધાં સામે આવ્યું હતું અને બાદમાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી એમ અધિકારીએ ઉમેર્યું હતું.
કુલ કેટલી કિંમત અને વજનનું સોનું મળી આવ્યું તેના આંકડા!
જ્યારે મુસાફરની ધરપકડ કરી ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે અલગ અલગ વજન સાથેના 14 વિદેશી ગોલ્ડ બાર મળી આવ્યા હતા. જેનું કુલ વજન 6735.42 ગ્રામ થતું હતું અને તેની કુલ કિંમત કરવામાં આવે તો રૂ. 6.30 કરોડનિકીનમત થતી હતી.
આમ, કુલ 6735.42 ગ્રામ સોનાની દાણચોરીનો જથ્થો મળી આવ્યો હતો. અને 6.30 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા, હાલમાં મુસાફર તેમજ સંભવિત ખરીદનારની કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

