Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Airport: બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, ATSની મોટી કાર્યવાહી

Mumbai Airport: બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, ATSની મોટી કાર્યવાહી

24 November, 2023 07:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસ (Mumbai Police)ને થોડા દિવસો પહેલાં મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (Mumbai Airport)ના ટર્મિનલ 2ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

મુંબઈ ઍરપોર્ટની ફાઇલ તસવીર

મુંબઈ ઍરપોર્ટની ફાઇલ તસવીર


મુંબઈ પોલીસ (Mumbai Police)ને થોડા દિવસો પહેલાં મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (Mumbai Airport)ના ટર્મિનલ 2ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં ધમકી આપનાર યુવકની એટીએસ દ્વારા ત્રિવેન્દ્રમથી અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ અંગે હાલ વધુ તપાસ ચાલી રહી છે. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (Mumbai Airport) પર બોમ્બની ધમકીનો મેઇલ મળ્યો હતો. આ અંગે પોલીસમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.


મેઇલમાં વિસ્ફોટને રોકવા માટે 48 કલાકની અંદર 1 મિલિયન ડૉલરની માગ કરવામાં આવી હતી. યુવકે બિટકોઈનમાં પૈસાની માગણી કરી હતી. મુંબઈની સહાર પોલીસે આઈપીસીની કલમ 385 અને 505 (1) (બી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.



મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA) ટર્મિનલ 2ને ગુરુવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો અને ઍરપોર્ટ સત્તાવાળાઓની ઊંઘ ઊડી ગઈ હતી. એક અગ્રણી મીડિયા હુસે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટથી બચવા માટે 48 કલાકની અંદર 10 લાખ ડોલરની ચુકવણી કરવાની માગ કરી છે, તે પણ બિટકોઈનમાં. એક અધિકારીએ જણાવ્યું કે, સહારા પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.


ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસને તાત્કાલિક આ અંગે જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે તરત જ ફોર્મ્યુલા બદલવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ગુરુવારે સવારે 11:00 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો હતો.

આરોપીએ ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું કે, “તમારા ઍરપોર્ટ માટે આ અંતિમ ચેતવણી છે. અમે 48 કલાકની અંદર ઍરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ લગાવીશું. તેનાથી બચવા અમને બિટકોઈનમાં એક મિલિયન ડૉલર મોકલો.”


અગાઉ, મુંબઈ ઍરપોર્ટ પર બૅગમાં બૉમ્બ હોવાનો પ્રવાસીએ દાવો કરતાં ચિંતા ઊભી થઈ ગઈ હતી અને બીડીડીએસ દ્વારા બૅગની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ એક અફવા છે.

આ ઘટના શુક્રવારે રાતે બની હતી જ્યારે એક મુસાફરને છાતીમાં દુખાવાને કારણે મુંબઈ ઊતરવું પડ્યું હતું. મુંબઈમાં ઊતરતાંની સાથે જ એક પૅસેન્જરે દાવો કર્યો કે તેની બૅગમાં બૉમ્બ છે. એથી આ બાબતને ગંભીરતાથી લેતાં જ્યારે બૅગની તપાસ કરવામાં આવી ત્યારે બૅગમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હોતું. જોકે આ વિશે ઍરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કે અકાસા ઍર પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ‘અકાસા ઍર ફ્લાઇટે ૨૧ ઑક્ટોબરના રોજ ૧૨.૦૭ વાગ્યે પુણેથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને એમાં ૧૮૫ મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. ટેક-ઑફ પછી તરત જ સુરક્ષા ચેતવણી મળી હતી. સુરક્ષા પ્રક્રિયાનુસાર વિમાનને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું.”

Mumbai Airport: ATS’s major action, Man who gave Bomb blast threat arrested

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2023 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK