Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી કરતાં પણ મુંબઈની હવાની ક્વૉલિટી વધારે ખરાબ, જાણો શું કહે છે રિપૉર્ટ

દિલ્હી કરતાં પણ મુંબઈની હવાની ક્વૉલિટી વધારે ખરાબ, જાણો શું કહે છે રિપૉર્ટ

Published : 08 February, 2023 09:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી કરતાં પણ મુંબઈની હવાની ક્વૉલિટી વધારે ખરાબ, વાયુ ગુણવત્તાનો સૂચકાંક 303ની પાર, જાણો મુંબઈ માટે ઍર ક્વૉલિટી ઈન્ડેક્સનો રિપૉર્ટ શું કહે છે?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈમાં (Mumbai) બુધવારે વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણી (Mumbai Air Quality Worsen Than Delhi)માં નોધવામાં આવી છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 303 પર હતો. મુંબઈમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (Air Quality Index) બુધવારે `ખૂબ જ ખરાબ` શ્રેણીમાં પહોંચી ચૂક્યું છે. આમ થવાથી વાયુ પ્રદૂષણનું જોખમ વધારે વધ્યું છે. 


છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધારે ને વધારે વધી રહ્યું છે, જેને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. લોકોને આ કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશના પ્રમુખ મેટ્રો શહેર પ્રદૂષણથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. પ્રદૂષણના વઘતા સ્તરે મુંબઈમાં હવાની ગુણવત્તાને દિલ્હીથી પણ વધારે ખરાબ બનાવી દીધું છે. મુંબઈમાં એક્યૂઆઈ (ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ) (Air Quality Index) 303 નોધવામાં આવ્યો છે, જ્યારે પુણેમાં આ આંકડો 190 હતો.



અધિકતમ અને ન્યૂનમત તાપમાન ક્રમશઃ 33 અને 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.


મુંબઈની હવા હજી પણ ખરાબ જળવાયેલી છે. મુંબઈમાં સોમવારે તાપમાનમાં થોડો ઘટાડો નોંધવામાં આવ્યો. સોમવારે સવારે શહેરનું તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. મુંબઈમાં ભેજ 89 ટકા રહ્યું. હવામાન વિશેષજ્ઞો પ્રમાણે શિયાળાથી ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. 

આ પણ વાંચો : Mumbaiની હવામાં નથી થયો હજી પણ કોઈ સુધારો, જુઓ તસવીરો


વાયુ ગુણવત્તા સૂચકાંક 0થી 100 સુધી સારું, 100થી 200 સુધી મધ્યમ, 200થી 300 સુધી ખરાબ, 300થી 400 સુધી ખૂબ જ ખરાબ અને 400થી 500 કે તેનાથી વધારે ગંભીર માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 09:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK