શ્વાસ લેવામાં મુશ્કેલીની સાથે મોટાભાગના લોકો સરદી-ઉધરસ અને અન્ય શારીરિક પીડાઓ ભોગવી રહ્યા છે. મુંબઈમાં રવિવારે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો.
ફાઈલ તસવીર
મુંબઈની (Mumbai) હવામાં (Air Quality) સતત પ્રદૂષણ વધતું જાય છે, તો શહેરના તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. આ કારણો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે. લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. શ્વાસ લેવામાં મુશ્કેલીની સાથે મોટાભાગના લોકો સરદી-ઉધરસ અને અન્ય શારીરિક પીડાઓ ભોગવી રહ્યા છે. મુંબઈમાં રવિવારે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો.
જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી સતત મુંબઈનું અધિકતમ તાપમાન દેશમાં સૌથી વધારે રહ્યો છે. છેલ્લા બે દિવસથી શહેરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની પાર નોંધવામાં આવ્યું છે. શુક્રવારે શહેરનું અધિકતમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષ મુંબઈ શહેરમાં ડિસેમ્બરના મહિનામાં તાપમાન પોતાની સામાન્ય સીમાથી 2-3 ડિગ્રી સેલ્સિયલ વધારે રહ્યું છે. ડિસેમ્બરમાં શહેરમાં અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન વર્ષ 1987માં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
થોડાક દિવસ પહેલા મુંબઈ શહેરમાં સતત 6થી સાત દિવસ સુધી હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી. મુંબઈના અનેક વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 300થી ઉપર જઈ રહી છે જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં માનવામાં આવે છે. હવાની ગુણવત્તા ખરાબ હોવાથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. હવામાં વધતા પ્રદૂષણ અને વધતા તાપમાનને કારણે લોકો સરદી-ઉધરસથી પીડિત છે.
મુંબઈના મોટાભાગના ક્લિનિકમાં એક દિવસમાં 10થી 12 દર્દીઓ સરદી અને ઉધસરની ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે તો હૉસ્પિટલોમાં પણ ઓપીડીમાં શરીરના દુઃખાવા અને ઉધરસ તેમજ કફથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ પણ વાંચો : Mumbai Weather: ડિસેમ્બરમાં પણ મુંબઈનો પારો ઊંચો, 36 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
લોકોને ફેસમાસ્ક પહેરવાની સલાહ
આ વખતે સમુદ્રી હવાઓની પ્રકૃતિ બદલાઈ ગઈ છે જેને કારણે મુંબઈના નિવાસીઓને ગયા મહિનાથી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવો પડે છે. છેલ્લા અનેક દિવસો સુધી મુંબઈની હવા દિલ્હીની તુલનામાં વધારે ખરાબ રહી. ડૉક્ટર્સે લોકોને ફેસમાસ્ક પહેરવાની અને જરૂરી ન હોવા પર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. મુંબઈના નિકાય અધિકારીઓનું કહેવું છે કે તે હવાની ગુણવત્તામાં સુધારા માટે તત્કાલ પગલા લઈ રહ્યા છે.