સિસ્ટમ ઑફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટ ઍન્ડ રિસર્ચના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ગુફરન બેગે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં મુંબઈનો AQI બગડ્યો છે
પ્રતીકાત્મક તસવીર
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (Mumbai AQI) અત્યંત નબળી શ્રેણીમાં છે. નવેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે મુંબઈનો હવા (Mumbai Air Pollution)ની ગુણવત્તાનો સૂચકાંક `ખૂબ જ ખરાબ` કેટેગરીમાં નોંધાયો હતો. આ 2021-2022 અને 2020ના સમયથી લગભગ બમણું છે અને 2019-2020થી ત્રણ ગણાથી વધુ છે.
સિસ્ટમ ઑફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફૉરકાસ્ટ એન્ડ રિસર્ચ (SAFAR) દ્વારા શૅર કરાયેલ ડેટા અનુસાર, 1 નવેમ્બર, 2022 અને જાન્યુઆરી 31, 2023 વચ્ચેના 92 દિવસોમાંથી મુંબઈમાં 66 દિવસમાં `ખરાબ` અને `ખૂબ જ નબળો` AQI નોંધાયો હતો. ડેટા એ પણ દર્શાવે છે કે કુલ 92 દિવસમાં મુંબઈમાં માત્ર એક જ દિવસ `સારો’ અને `સંતોષકારક` AQI રેકોર્ડ કરાયો હતો.
ADVERTISEMENT
ડેટા અનુસાર, નવેમ્બર 2021થી જાન્યુઆરી 2022ની વચ્ચે, મુંબઈમાં 30 દિવસમાં ‘ખરાબ` અને `ખૂબ જ નબળો` AQI નોંધાયો હતો, જ્યારે નવેમ્બર 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે, શહેરમાં 39 દિવસ `નબળો’ અને `ખૂબ જ નબળો’ AQI નોંધાયો હતો. નવેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 વચ્ચે, મુંબઈમાં માત્ર 17 દિવસમાં `નબળો` અને `ખૂબ જ નબળો` AQI નોંધાયો હતો.
ચાર વર્ષમાં AQI બગડ્યો
સિસ્ટમ ઑફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટ ઍન્ડ રિસર્ચના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ગુફરન બેગે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં મુંબઈનો AQI બગડ્યો છે. તેમણે કહ્યું કે 2019 અને 2022ની વચ્ચે, મુંબઈમાં માત્ર 28 દિવસમાં ` નબળો` અને `ખૂબ જ નબળો` AQI હતો, જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં, શહેરે 66 દિવસ સુધી નબળો` અને `ખૂબ જ નબળો` AQI અનુભવ્યો હતો જે લગભગ ડબલ છે. તેમણે કહ્યું કે AQIના બગડવા પાછળનું કારણ હવામાનની સ્થિતિ છે. આ સિવાય તેમણે જણાવ્યું કે બાંધકામ, ખુલ્લામાં કચરો સળગાવવા અને વાહનોમાંથી નીકળતો ધુમાડો જેવી બાબતો પણ AQI બગાડવામાં ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો: Mumbaiની હવામાં નથી થયો હજી પણ કોઈ સુધારો, જુઓ તસવીરો
SAFAR (સિસ્ટમ ઑફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટ ઍન્ડ રિસર્ચ) પાસે કોલાબા, મઝગાંવ, વર્લી, BKC, ચેમ્બુર, અંધેરી, મલાડ, બોરીવલી અને ભાંડુપ શહેરોમાં નવ AQI મોનિટરિંગ સ્ટેશન છે. આ સિવાય નવી મુંબઈમાં બીજું મોનિટરિંગ સ્ટેશન છે.