Mumbai-Ahmedabad Bullet Train: અદ્યતન ટ્રેક સ્લૅબ તૈયાર કરવા માટે સુરતની ફેક્ટરીમાં જાપાનની શિંકનસેન ટેક્નોલોજીનો સહારો લેવામાં આવશે
બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે શનિવારે ટ્રેક નાખવાની એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. ટ્રેન 320-350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એ માટેનું ખાસ પગલું શનિવારે ભરવામાં આવ્યું હતું. ટ્રેક બિછાવવા માટે સ્લૅબ આવશ્યક છે. હવે સુરતમાં સ્લૅબ બનાવવા ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી છે.
કુલ 508 કિમીના ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવનારી બુલેટ ટ્રેન ગુજરાત અને દાદરા અને નગર હવેલીને કવર કરશે. કુલ બાર સ્ટેશનને આમાં આવરી લેવામાં આવનાર છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી જેવા સ્ટેશનો તેમાં આવરી લેવામાં આવનાર છે. હવે આ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે.
ADVERTISEMENT
Mumbai-Ahmedabad Bullet Train: તમને જણાવી દઈએ કે નેશનલ હાઇ સ્પીડ રેલ કોરિડોર લિમિટેડ (NHSRCL) દ્વારા તાજેતરમાં જ સુરત ખાતે દરરોજ 120 સ્લૅબની ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ ટ્રેક સ્લૅબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જોકે, આ કૈં એક જ ફેક્ટરી નથી. આવી જ એક અન્ય ફેક્ટરી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને દહાણુ વચ્ચે સ્થાપવામાં આવશે. પરંતુ તે આવતે વર્ષે. જે અંતર્ગત ટ્રેક બેસાડવા માટે જરૂરી એવા સ્લૅબ તૈયાર કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે ગુજરાતના સુરત નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train) માટે ટ્રેક સ્લૅબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. સુરતમાં જે ફેક્ટરી સ્થાપવામાં આવી છે તે 19 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં ત્રણ સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ બ્લોક્સમાં 120 સ્લૅબ મોલ્ડ છે જેના પર એકસાથે અનેક સ્લૅબનું ઉત્પાદન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે અદ્યતન ટ્રેક સ્લૅબ તૈયાર કરવા માટે સુરતની ફેક્ટરીમાં જાપાનની શિંકનસેન ટેક્નોલોજીનો સહારો લેવામાં આવશે. પ્રત્યેક સ્લૅબ પ્રબલિત કોંક્રીટમાંથી તૈયાર કરશે. જેની પહોળાઈ 2,200 મીલીમીટર, લંબાઈ 4,900 મીલીમીટર અને જાડાઈ 190 મીલીમીટર રહેશે. આ સ્લૅબ બનાવવા માટે સ્ટીમ ક્યોરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. જે પછી બાંધકામ સાઇટ્સ પર મોકલવામાં આવે તે પહેલાં 28 દિવસ માટે સ્ટોર કરી રાખવામાં આવે છે.
અત્યારસુધી કેટલા સ્લૅબ તૈયાર કરાયા?
ખૂબ જ પૂરઝડપે ચાલી રહેલા બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train)ના કામમાં અત્યાર સુધી સુરત ખાતે 9,775 સ્લૅબનું કરવામાં આવ્યું છે. આ સાથે જ આણંદમાં 22,000થી વધુ સ્લૅબનું તૈયાર કરવામાં આવ્યા છે, જે થકી અત્યારસુધી કોરિડોરના 116 કિલોમીટરના ટ્રેક બાંધકામ કરી શકાશે એટલા સ્લૅબ તૈયાર થઈ ગયા છે.
સુરતની ફેક્ટરી ગુજરાત અને દમણ-દીવ સેક્શન માટે સ્લૅબનું ઉત્પાદન કરશે. જે 237 કિલોમીટરને આવરી લેશે, જે ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં નિર્ણાયક પગલું છે. આ વિકાસ બુલેટ ટ્રેનના વિઝનને વાસ્તવિકતાની નજીક લાવે છે. બંને ફેક્ટરીઓએ મળીને 110 ટ્રેક કિલોમીટર પર ટ્રેક બેસાડી શકાય તે માટેના સ્લૅબ તૈયાર કરી નાખ્યા છે.