Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતના ૨૦માંથી ૧૨ બ્રિજ તૈયાર થઈ ગયા

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતના ૨૦માંથી ૧૨ બ્રિજ તૈયાર થઈ ગયા

Published : 04 November, 2024 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતમાં ૩૫૨ કિલોમીટર અને મહારાષ્ટ્રના ૧૫૬ કિલોમીટરનો સમાવેશ થાય છે

નવસારીમાં આવેલી ખરેરા નદી પર ૧૨૦ મીટર લાંબો બ્રિજ ૨૯ ઑક્ટોબરે તૈયાર થઈ ગયો હતો.

નવસારીમાં આવેલી ખરેરા નદી પર ૧૨૦ મીટર લાંબો બ્રિજ ૨૯ ઑક્ટોબરે તૈયાર થઈ ગયો હતો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં મહત્ત્વનો પડાવ પાર કરી લેવામાં આવ્યો છે. નૅશનલ હાઈ સ્પીડ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન ચલાવવા માટે ગુજરાતમાં બનાવવામાં આવી રહેલા નદી પરના ૨૦માંથી ૧૨ બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે. નવસારીમાં વહેતી ખરેરા નદી પર ૧૨૦ મીટરની લંબાઈના બારમા બ્રિજનું કામ ૨૯ ઑક્ટોબરે જ પૂરું થયું છે. બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટમાં વાપીથી સુરત વચ્ચે ૯ બ્રિજ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં નવસારી, વલસા, ખેડા અને વડોદરા જિલ્લામાં કાવેરી બ્રિજ, પૂર્ણા બ્રિજ, મીંઢોળા બ્રિજ, અંબિકા બ્રિજ, વેંગણિયા બ્રિજ, કોલક બ્રિજ, પાર બ્રિજ, ઔરંગા બ્રિજ, મોહર બ્રિજ, વર્તક બ્રિજ અને ઢાઢર બ્રિજનાં કામ પૂરાં થઈ ગયાં છે.


ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતમાં ૩૫૨ કિલોમીટર અને મહારાષ્ટ્રના ૧૫૬ કિલોમીટરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વગેરે ૧૨ સ્ટેશન હશે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK