બુલેટની ઝડપે થઈ રહી છે કામગીરીઃ વૈતરણા નદી પર બની રહ્યો છે સૌથી લાંબો ૨.૩૨ કિલોમીટરનો બ્રિજ
બુલેટ ટ્રેન માટે વૈતરણા નદી પર બની રહ્યો છે લાંબો બ્રિજ
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં ઉલ્હાસ નદી પર ૯૬૭૨ મેટ્રિક ટન વજનવાળો ૪૬૦ મીટરનો સ્ટીલનો બ્રિજ બનશે. એટલું જ નહીં, સૌથી લાંબો ૨.૩૨ કિલોમીટરનો બ્રિજ વૈતરણા નદી પર બની રહ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં ૧૩૫ કિલોમીટર લાંબા અને મોટા ભાગે એલિવેટેડ વિભાગનું પડકારજનક બાંધકામ ચાલી રહ્યું છે જેમાં ૧૨૪ કિલોમીટરમાં વાયડક્ટ્સ અને બ્રિજ હશે. અહીં સ્ટીલના ૧૧ બ્રિજ બનશે. આ ઉપરાંત આ વિસ્તારમાં ૭ પર્વતીય બોગદાં પણ હશે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ નજીક શિલફાટા અને ઝરોલી ગામ વચ્ચેનો આ પ્રોજેક્ટ થાણે અને પાલઘર જિલ્લાઓને આવરી લેતા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનનાં ૯૫ ગામ અને નગરોમાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઇસરમાં ત્રણ સ્ટેશન બનશે જેમાં બોઇસર અને વિરાર સ્ટેશનો પર ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને તુંગારેશ્વર વન્યજીવન અભ્યારણ્યની ઇકોલૉજી પર પ્રતિકૂળ અસર ન પડે એ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં ઉલ્હાસ નદી પર ૯૬૭૨ મેટ્રિક ટન વજનવાળો ૪૬૦ મીટરનો સ્ટીલનો બ્રિજ બનશે. એટલું જ નહીં, સૌથી લાંબો ૨.૩૨ કિલોમીટરનો બ્રિજ વૈતરણા નદી પર બની રહ્યો છે.
ADVERTISEMENT
વિરારમાં ચાલી રહ્યું છે બુલેટ ટ્રેન માટેનું કામ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં ૧૩૫ કિલોમીટર લાંબા અને મોટા ભાગે એલિવેટેડ વિભાગનું પડકારજનક બાંધકામ ચાલી રહ્યું છે જેમાં ૧૨૪ કિલોમીટરમાં વાયડક્ટ્સ અને બ્રિજ હશે. અહીં સ્ટીલના ૧૧ બ્રિજ બનશે. આ ઉપરાંત આ વિસ્તારમાં ૭ પર્વતીય બોગદાં પણ હશે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ નજીક શિલફાટા અને ઝરોલી ગામ વચ્ચેનો આ પ્રોજેક્ટ થાણે અને પાલઘર જિલ્લાઓને આવરી લેતા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનનાં ૯૫ ગામ અને નગરોમાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઇસરમાં ત્રણ સ્ટેશન બનશે જેમાં બોઇસર અને વિરાર સ્ટેશનો પર ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને તુંગારેશ્વર વન્યજીવન અભ્યારણ્યની ઇકોલૉજી પર પ્રતિકૂળ અસર ન પડે એ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.