Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: હેવાનોથી માસૂમ દીકરીને બચાવવાની આ તે કેવી ક્રૂર રીત

મુંબઈ: હેવાનોથી માસૂમ દીકરીને બચાવવાની આ તે કેવી ક્રૂર રીત

Published : 22 February, 2019 08:04 AM | IST | માહિમ

મુંબઈ: હેવાનોથી માસૂમ દીકરીને બચાવવાની આ તે કેવી ક્રૂર રીત

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


પોતાનાં બાળકોના રક્ષણ માટે આપણે બધા જ ઘટતાં પગલાં લેવા તૈયાર હોઈએ જ છીએ. આપણે આપણા ઘરમાં તેમને સુરક્ષિત રાખી શકીએ છીએ, પણ ફુટપાથ પર રહેતી  માને પૂછો કે તે તેની માસૂમ દીકરીને હેવાનોથી બચાવવા શું કરે છે? મા-બાપ કામ કરવા જાય છે ત્યારે ઝૂંપડામાં બાળકો એકલાં જ હોય છે. આવામાં માતા તેની પુત્રીને ખાટલા સાથે આખો દિવસ બાંધીને રાખે છે, કારણ કે તેની માસૂમ દીકરીને કોઈ પીંખી નાખે એના કરતાં આ કઠોર અને નિર્દયી રીત કમસે કમ તેની પુત્રીને સુરક્ષિત તો રાખી શકે છે.


માહિમમાં રસ્તા પર સૂતેલી બાળકીને તેના પરિવાર પાસેથી ઉઠાવી તેના પર બળાત્કાર કરવાની ઘટના બન્યા બાદ ઝૂંપડપટ્ટીમાં કે ફુટપાથ પર રહેનારાઓમાં આ ભય વધુ જોવા મળી રહ્યો છે.



સાત વર્ષની બાળકીની મમ્મી સપના કૈર કહે છે કે ‘મારી દીકરી ખૂબ જ તોફાની છે. આખો દિવસ વર્ગના બીજા વિદ્યાર્થીઓ સાથે ઝઘડતી રહેતી હતી એટલે તેની આ આદતથી કંટાળીને બીજા ધોરણ પછી મેં તેને સ્કૂલમાંથી ઉઠાડી મૂકી હતી. સપના તેના કામ માટે આખો દિવસ ઘરની બહાર રહેતી હોય છે ત્યારે તેની ૬૦ વર્ષની મા અને તેની સાત વર્ષની દીકરી સાયનના ગુરુ તેગબહાદુર નગરના ફુટપાથ પરના ઘરમાં રહેતાં હોય છે. સપનાની મમ્મી તેની દીકરીની સંભાળ રાખી શકે એમ હોવા છતાં વયોવૃદ્ધ મહિલા સપનાની પાછળ દોડાદોડી નહીં કરી શકે એવા ભયથી સપના તેની સાત વર્ષની માસૂમ દીકરીને ખાટલા સાથે બાંધીને જાય છે અને ઘરે પાછી ફરે ત્યારે ખોલે છે.


આ પણ વાંચો: નાસિકથી મુંબઈ સુધી ખેડૂતોની કૂચ, સરકારે વચનો પૂરાં ન કરતા કર્યો વિરોધ

૨૦  ફેબ્રુઆરીએ સપનાના ઘરની સામે જ ઑફિસમાં કામ કરતા એક યુવક રંજિત સિંહની નજર સાત વર્ષની બાળકીના પગમાં બાંધેલી ચેઇન અને તેને મારવામાં આવેલા તાળા પર ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 08:04 AM IST | માહિમ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK