જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી
તસવીર: અનુરાગ આહિરે
ધારાવીના ટી-જંક્શન પર કેમકર ચોક પાસે ગઈ કાલે પરોઢિયે એક ટ્રેલરે પાર્ક કરેલાં ૬ વાહનોને અડફેટે લેતાં એક ટૅક્સી, એક ટેમ્પો અને અન્ય વાહનો ખાડીમાં ધકેલાઈ ગયાં હતાં. એટલું જ નહીં, ટ્રેલર પણ ખાડીમાં ખાબક્યું હતું. ત્યાર બાદ ટ્રેલર અને વાહનોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી. અકસ્માતની આ ઘટના પરોઢિયે ૪.૪૫ વાગ્યે બની હતી ત્યારે એ વાહનોમાં કોઈ હાજર નહોતું. શાહુનગર પોલીસે ટ્રેલરના ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ પૂછપરછ કરી હતી.