આ બીલ્ડિંગ શિવ શક્તિ બીલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. ગુરુવારે 20મા માળે લગભગ 28 મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં બનેલો સ્લેબ પડી ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન ઈમારતમાં કામ કરતાં 6 મજૂરો 20મા માળેથી પડી ગયા, જેમાંથી 4ના મોત થયા છે. આ સિવાય બે લોકોની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. મલાડ પૂર્વ (Mumbai Accident)ના ગોવિંદ નગર વિસ્તારમાં સ્થિત નવજીવન બીલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું, ત્યારે સવારે લગભગ 11.40 વાગ્યે આ અકસ્માત થયો હતો. ફાયર બ્રિગેડ અને દિંડોશી પોલીસને લગભગ અડધા કલાક બાદ આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના એ બિલ્ડિંગમાં થઈ છે જે ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટે બનાવવામાં આવી રહી છે.
આ બીલ્ડિંગ શિવ શક્તિ બીલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. ગુરુવારે 20મા માળે લગભગ 28 મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં બનેલો સ્લેબ પડી ગયો હતો અને તેમાં ઉભેલા છ કામદારો (Mumbai Accident) નીચે પડી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે ગંભીર હાલતમાં નજીકની હસ્પિટલમાં સારવાર હેઠળ છે. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું. આ ઘટનામાં બીલ્ડરો પર સવાલો ઉઠી રહ્યા છે કે ત્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કેમ ન હતી.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. હાલ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે (Mumbai Accident) હાજર અન્ય મજૂરોના નિવેદનો લઈ રહી છે જેથી ત્યાંની પરિસ્થિતિનો સચોટ અંદાજ લગાવી શકાય. આ મામલે કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સામે કેસ નોંધવામાં આવી શકે છે. પોલીસે કહ્યું કે જો આ લોકો દોષી સાબિત થશે તો કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મલાડમાં કારની અડફેટે આવેલી મહિલાનું મૃત્યુ, પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરીને કાર જપ્ત કરી
મલાડના ગુડિયાપાડા વિસ્તારમાં મંગળવારે રાતે એક મોંઘીદાટ કારે ૨૬ વર્ષની શહાના કાઝી નામની યુવતીને અડફટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે મલાડ પોલીસે કારના ડ્રાઇવર અનુપ સિંહા સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરીને કાર જપ્ત કરી હતી. મંગળવારે રાતે થયેલા અકસ્માત બાદ ભેગા થયેલા ટોળાએ કારમાં તોડફોડ કરીને અનુપની પણ મારઝૂડ કરી હતી. એ સમયે અનુપે નશો કર્યો હતો કે કેમ એ જાણવા માટે પોલીસે તેની મેડિકલ ટેસ્ટ કરી છે.
શહાના કાઝી મંગળવારે રાતે મેંદીના ક્લાસ પૂરા કરીને ઘરે જઈ રહી હતી એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મલાડના ગુડિયાપાડા વિસ્તારમાંથી ચાલતી ઘરે જઈ રહેલી શહાનાને પાછળથી પૂરપાટ વેગે આવી રહેલી કારે ટક્કર મારી હતી. એમાં બેભાન થઈ ગયેલી શહાનાને અનુપ પોતે જ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જોકે ત્યાં ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે અમે અનુપ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’