મોટરસાઈકલ બેરિકેડ્સથી અથડાઈ અને બન્ને પડ્યા નીચે, નીપજ્યું મોત
પ્રતીકાત્મક તસવીર
ગોરેગાંવમાં એક મોટરસાઈકલ ફ્લાયઓવર પરથી 20 ફૂટ નીચે પડી જવાના અકસ્માતમાં બે લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત ગોરેગાંવ પૂર્વથી પશ્ચિમ તરફ જનારા ફ્લાયઓવર રોડ પર થયો. વૈભવ ગમરે (28) અને તેનો મિત્ર આનંદ ઇંગ્લે સવારે લગભગ 4.30 વાગ્યે મોટરસાઈકલ પર ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો.
અકસ્માત બાદ પ્રત્યક્ષદર્શીઓએ પોલીસે સૂચના આપી. પોલીસે સૂચના મળી હતી કે ગોરેગાંવ પશ્ચિમના એમડીએનએલ જંક્શન પર બે યુવક ઇજાગ્રસ્ત અવસ્થામાં રસ્તા પર પડ્યા છે.
ADVERTISEMENT
ગોરેગાંવ પોલીસ જ્યારે મોબાઈલ વાન લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઈંગલે અને ગેમરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને તાત્કાલિક બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બંને ટુ વ્હીલર પર ક્યાં ગયા હતા તેની માહિતી મળી શકી નથી. બાઇક કોણ ચલાવતું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. તેથી આ મામલે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસનું નિવેદન
પોલીસના જણાવ્યા અનુસાર, મોટરસાઇકલ ગમરેની હતી, જોકે ઘટના સમયે વાહન કોણ ચલાવી રહ્યું હતું તે સ્પષ્ટ થયું ન હતું. આ અકસ્માત MTNL પાસે થયો હતો. ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાજુના બેરિકેડ સાથે અથડાયું હતું. ગોરેગાંવ (પશ્ચિમ)માં SV રોડ પર MTNL જંક્શન પાસે ઉતરતા ગોરેગાંવ પૂર્વ-પશ્ચિમ ફ્લાયઓવર પરથી બે વ્યક્તિઓ પડી ગયા હતા.
બંને શખ્સોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અજાણ્યા વ્યક્તિએ અકસ્માતની જાણ પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વરિષ્ઠ નિરીક્ષક દિલીપ ભોસલેએ જણાવ્યું હતું કે પીડિતોના મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે. એડીઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
અકસ્માતના અન્ય સમાચાર
દેશભરમાં ચકચાર જગાડનાર પુણેના પૉર્શે-કાંડમાં કાર પૂરઝડપે ચલાવીને બે જણનાં મૃત્યુ નિપજાવનાર સગીરનો કિસ્સો હજી તાજો જ છે ત્યાં ફરી એક વાર પુણેમાં ૧૪ વર્ષના એક સગીરે વૉટર-ટૅન્કર ચલાવીને બે જણને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. નસીબજોગે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ગંભીર ઈજા નથી થઈ. પોલીસે આ સંદર્ભે કાર્યવાહી કરી અકસ્માત કરનાર ૧૪ વર્ષના સગીર, તેના પિતા અને વૉટર-ટૅન્કરના માલિકને તાબામાં લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે સવારે સાડા છ વાગ્યે આ ટીનેજર એમનેમ આંટો મારવા ટૅન્કર લઈને નીકળ્યો હતો.
કેરલાના કાસરગોડ જિલ્લામાં પલ્લંચી ફૉરેસ્ટ રોડ પર ગુરુવારે વહેલી સવારે એક કાર નદીમાં ખાબકી હતી. એ પછી બે યુવાનોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા. આ યુવાનો ગૂગલ-મૅપના આધારે કર્ણાટકમાં આવેલી એક હૉસ્પિટલમાં જઈ રહ્યા હતા અને તેમની કાર નદીમાં પડી હતી. જોકે કાર નદીમાં વહીને એક ઝાડમાં ફસાઈ ગઈ હતી અને ફાયરબ્રિગેડે બન્ને યુવાનોને બચાવી લીધા હતા.